સામાન્ય માણસને રાહત આપવા કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય, જાણો વિગતે

Published on: 4:41 pm, Wed, 28 October 20

કેન્દ્રની મોદી સરકાર દ્વારા સામાન્ય માણસને રાહત આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજકાલ ડુંગળીના વધતા ભાવોને લઇને સામાન્ય લોકોને ખૂબ જ મોટી પરેશાની થઇ રહી છે.આ સમસ્યાને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા 1 લાખ ટન ડુંગળી અફઘાનિસ્તાન આયાત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ પગલાથી ડુંગળીના ઊંચા ભાવથી લોકોને રાહત મળી શકે છે. ડુંગળી અફઘાનિસ્તાનથી ખરીદવામાં આવશે અને સરકારની યોજના મુજબ દરરોજ 4000 ટન ડુંગળી ભારતમાં આવશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારે ડુંગળીના ભાવ ઘટાડવા માટે ડુંગળીની આયાત કરવાનું મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.એવું માનવામાં આવી રહ્યું છે કે એક મહિનાની અંદર બજારમાં ડુંગળીનો પાક પણ આવવાનું શરૂ થશે અને આયાતી ડુંગળીની મદદથી બજારમાં ડુંગળીની કિંમતોમાં રાહત થશે.સરકારે ડુંગળી આયાત કરવામાં મહત્વપૂર્ણ નિર્ણય એટલે લીધો છે.

કારણકે, સરકાર પાસે ફક્ત 25 હજાર ટન ડુંગળીનો સલામત સ્ટોક બાકી છે. ડુંગળી નવેમ્બર પહેલા અઠવાડિયા સુધીમાં પૂરી થઈ જશે. હાલમાં દેશમાં ડુંગળીનો છૂટક ભાવ ₹75 ની આસપાસ દેખાઈ રહ્યો છે.

આવીપરિસ્થિતિમાં સરકારે ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવાની માંગને પહોંચી વળવા માટે ડુંગળીની આયાત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!