સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં મગફળી ની હરાજી દરમિયાન રાજ્યના ખેડૂતોને મળ્યો સૌથી ઊંચો આ ભાવ

265

આ વર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે ટેકાના ભાવ કરતાં ખુલ્લી બજારમાં અને ખાસ કરીને જામનગર હાપા યાર્ડ માં ખેડૂતોને પૂરતા ભાવ અને રોકડા પૈસા મળી રહ્યા છે. પરિણામે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી નું વેચાણ કરવાનું માંડી વાળ્યું છે, સૌરાષ્ટ્રના જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી ની હરાજી હાલમાં ચાલી રહી છે.

ત્યારે તેમાં ખેડૂતોને તેની મગફળીનું ઉપર પ્રમાણે સારામાં સારો ભાવ મળી રહ્યા હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.આજ રોજ ની વાત કરવામાં આવે તો જામનગરની હાપા માર્કેટિંગ યાર્ડ માં રાજ્યમાં સૌથી ઊંચા મગફળીના ભાવ આપતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

આજરોજ 20 કિલો મગફળીના રેકોર્ડબ્રેક 1480 રૂપિયા ખેડૂતોને હરાજીમાં મળ્યાનું ખુદ યાર્ડ ના સત્તાધારી લોકોએ જણાવ્યું છે.વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે.

તે માટે મગફળીમાં આ ભાવ વધારાના કારણે ખેડૂતોને ઘણી રાહત મળશે અને પોતાના નુકસાનની ભરપાઈ કરી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!