સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યની રૂપાણી સરકારે કરી આ મોટી જાહેરાત, આ લોકોને મળશે મોટી રાહત

169

રાજ્યની રૂપાણી સરકારે સોલાર પાવર પોલીસી 2021 ની જાહેરાત કરી છે જેના કારણે ગુજરાત રાજ્યના નાના-મોટા ઉદ્યોગકારોને મોટી રાહત મળશે અને આ પોલીસી આગામી પાંચ વર્ષ માટે અમલમાં રહેશે. નવી જાહેરાત પછી પાવર ખર્ચો અંદાજે 4.50 રૂપિયાની આસપાસ આવશે ત્યારે ઉદ્યોગોને 8 રૂપિયા પ્રતિ યુનિટના ભાવથી વીજળી આપવામાં આવશે. નવી પોલીસી પ્રમાણે પ્રતિ.

યુનિટ 4.50 રૂપિયાના ભાવે વીજળી મળશે.વિજય રૂપાણી ના કહેવા પ્રમાણે આ પોલિસીના કારણે વીજ ઉત્પાદન ખર્ચ ઓછું થશે અને રાજ્યમાં ઉદ્યોગને વેગ મળશે. સાથે જ નવી પોલિસી મેડ ઈન ગુજરાતને પણ પ્રોત્સાહન મળશે.સરકાર દ્વારા રાજ્યમાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

અને અનેક કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવા તૈયારી બતાવી છે. આપને જણાવી દઇએ કે આ પ્રોજેક્ટ માટે નો લાભ 25 વર્ષ માટે રહેશે.

ઔદ્યોગિક અને રહેણાક વીજળી સસ્તી કરવાનું સરકારનું આયોજન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!