સુરત શહેરમાં 31મી ડિસેમ્બર ને લઈને સુરત પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન, 31 ની સાંજે 6 વાગ્યાથી બંધ થશે આ વસ્તુ

Published on: 7:20 pm, Tue, 29 December 20

સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટના હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે એક્ટર ઉજવણી માટે લોકોમાં થનગનાટ છે ત્યાં બીજી તરફ લોકો ના ટોળાઓ રસ્તા ઉપર ભેગા ન થાય તે માટે સુરત પોલીસ ટ્રાફિક વ્યવસ્થા અને લોકોની સુરક્ષા માટે તૈનાત રહેવા એકશન પ્લાન તૈયાર કર્યો છે.કોરોના મહામારી ના પગલે સમગ્ર વર્ષ દરમ્યાન લોકોને ઘરમાં રહેવું પડ્યું હતું પણ હવે વર્ષના અંતમાં પણ ઉજવણીને લઈને પણ સુરત પોલીસ સતર્ક બની છે.

જે અનુસાર 31મી તારીખે સાંજે 6 વાગ્યાથી જ ખાણીપીણીની લારીઓ બંધ કરાવી દેવામાં આવશે.આજરોજ સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તે જાન્યુઆરી સુધી ચાર કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

સામાન્ય રીતે થતી ફર્સ્ટના દિવસે રાતે શહેરના ગૌરવપથ, ડુમસ રોડ, વીઆઈપી રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપર લોકોની ભીડ જોવા મળે છે.આ વખતે કોરોના ના પગલે શહેરમાં પોલીસ દ્વારા વધારે કડક.

વલણ અપનાવવામાં આવશે.સુરતના તમામ રસ્તાઓ ઉપર પોલીસનું સઘન બંદોબસ્ત રહેવાની સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!