ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર,રાજ્યના આ દિગ્ગજ નેતાઓ જોડાઈ શકે છે કોંગ્રેસમાં

Published on: 11:31 am, Tue, 21 September 21

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામા ની સાથે સાથે આખા મંત્રીમંડળે રાજીનામું આપ્યું હતું.વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપતાં સમગ્ર ગુજરાત રાજ્ય નું રાજકારણ માં હંડકપ મચ્યો હતો.તેઓના રાજીનામા બાદ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાવાની છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને દરેક પક્ષો પોતાની રણનીતિ બનાવી રહ્યા છે. ભાજપ પોતાના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ બદલીને મેદાનમાં ઉતારવાના છે. આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે અને સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં સીટો જીતીની જનતાની વચ્ચે આવી છે.

જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાય તેવા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે.જીગ્નેશ મેવાણી 2017માં વડગામ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસની મજબૂતીમાં થોડો ઘણો વધારો થઇ શકે છે.

અલ્પેશ ઠાકોર જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા તેમની ભાજપમાં સતત અવગણના થઈ રહી છે તેથી તે પણ કોંગ્રેસ ના આવે તેવી અટકળો લાગી રહી છે. જો અલ્પેશ કોંગ્રેસમાં જોડાય તો હાર્દિક,અલ્પેશ અને જીગ્નેશ ની ત્રિપુટી સરકારના નાકમાં દમ કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!