પાલનપુર-આબુ નેશનલ હાઈ-વે પર આજે વહેલી સવારે ત્રીપલ અકસ્માત સર્જાતા, 11 થી પણ વધુ મુસાફરો ઇજાગ્રસ્ત…

Published on: 12:03 pm, Tue, 21 September 21

છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર આજરોજ વહેલી સવારે ત્રિપલ અકસ્માત સર્જાતા 11 થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ અમરગઢ પાસે નેશનલ હાઇવે પર એક ટ્રેલરમાં ટેકનિકલ ખામીના કારણે રોડની સાઈડમાં પાર્ક કર્યો હતો. ત્યારે પાછળથી આવેલા દૂધના ટેન્કર ચાલકે ટેન્કર પર કાબુ ગુમાવ્યો હતો અને રોડ પર પાર્ક કરેલા ટ્રેલરને પાછળથી ટક્કર લગાવી હતી.

ત્યારબાદ દૂધના ટેન્કર ની પાછળ આવેલી એક ખાનગી બસ એ પણ પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ દૂધના ટેન્કર ની પાછળ ઘૂસી ગઈ હતી. તે કારણોસર ટ્રેલર, ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ અકસ્માત ના ટેન્કર ચાલક અને બસમાં બેઠેલા મુસાફરો સહિત 11 થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં 108 અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

આ ઉપરાંત ઇજાગ્રસ્ત લોકોની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે રોડ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર થયું હતું કે ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું તો આ ઉપરાંત બસનો આગળનો ભાગ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.

તેમજ દૂધના ટેન્કર અને રોડની સાઈડમાં ઉભેલ આ ટ્રેલરને પણ ભારે નુકસાન થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાલનપુર-આબુ નેશનલ હાઈ-વે પર આજે વહેલી સવારે ત્રીપલ અકસ્માત સર્જાતા, 11 થી પણ વધુ મુસાફરો ઇજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*