અમદાવાદ શહેરમાં આ વિસ્તારોને મૂકવામાં આવ્યા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં, જાણો તમારા વિસ્તારનો સમાવેશ છે કે નહીં?

Published on: 6:21 pm, Sun, 27 September 20

અમદાવાદ શહેરની હાલની વાત કરીએ તો કોરોના નું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. વધારે કેસો આવતા વિસ્તારોમાં વિશેષ દેખરેખ અને સારી રીતે સંભાળ રાખે તે માટે સરકારે કન્ટેનમેન્ટ જોન બહાર પાડ્યા છે. અમદાવાદ શહેરમાં હવે 221 માઈક્રો કન્ટેન્ટ ઝોન છે. જેમાંથી પહેલાના 22 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ને મુક્ત કરવામાં આવ્યા અને આઠ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા.

શુક્રવારના 235 વિસ્તારમાંથી કાલે 22 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન માંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે આઠ નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. આઠ નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોન ના બે, સાઉથ વેસ્ટ ઝોનના બે, વેસ્ટ ઝોનના એક, ઇસ્ટ ઝોન ના એક, નોર્થ વેસ્ટ ઝોનના બે વિસ્તારોનો સમાવેશ થયો છે.

હાલમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના દૈનિક 200 ની આસપાસ કેસ આવી રહ્યા છે.અમદાવાદ શહેરની કોરોના પોઝિટિવ ના કુલ સંક્રમિત ની વાત કરવામાં આવે તો આંકડો 36 હજાર ને પાર થઈ ચૂકયો છે. જયારે સારી વાત એ છે કે 30 હજારની આસપાસ.

કોરોનાપોઝિટિવ દર્દીઓ એ કોરોના ને મહાત આપી છે. જ્યારે શહેરમાં કુલ મૃત્યુઆંક 1800 ને પાર થઈ ચૂક્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!