ભારતના આ ગામમાં આવેલું છે કુતરી દેવીનું મંદિર…ગામના લોકો કરે છે દરરોજ પૂજા… જાણો શું છે આ મંદિરની કહાની…

Published on: 11:09 am, Fri, 1 December 23

મિત્રો આપણે સૌ જાણતા જ હશું કે ભારત દેશના લોકો પ્રાચીન કાળથી વૃક્ષો અને છોડની પૂજા કરતા આવે છે. બધાને ખબર હશે કે ગાયને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે અને લોકોને ગાયને માતા તરીકે પણ પૂજે છે. હિન્દુ ધર્મના મહાન ગ્રંથ મહાભારતમાં ગાયને પૂજાને લગતી ઘણી વાતો પણ લખાયેલી છે.

મિત્રો હિન્દુ ધર્મમાં માત્ર ગાય જ નહીં પરંતુ અન્ય પ્રાણીઓની પણ પૂજા કરવામાં આવે છે. ત્યારે આજે આપણે એક એવા મંદિરની વાત કરવાના છીએ કે સાંભળીને તમે સૌ કોઈ લોકો છો કે ઉઠશો. ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં કુતરીદેવીનું મંદિર છે અને લોકો અહીં પૂજા કરે છે.

મંદિરને લઈને વાત કરીએ તો આ મંદિર રેવન ગામે આવેલું છે. ઉત્તર પ્રદેશના બુલંદ ખંડ પ્રદેશના ઝાંસી જિલ્લામાં આવેલા રેવન અને કકવારા ગામની વચ્ચેથી પસાર થતા રસ્તાની બાજુમાં આ મંદિર આવેલું છે.

મંદિરમાં કાળી કુતરીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આજુબાજુના બંને ગામના લોકો આ મંદિર પર ખૂબ જ વિશ્વાસ ધરાવે છે. એટલું જ નહીં પરંતુ ગામના કોઈપણ લોકો અહીંથી પસાર થાય તો પણ કુતરી દેવીની સામે પોતાનું માથું નમ આવે છે અને આશીર્વાદ લે છે.

તો ચાલો જાણીએ અહીં શા માટે કુતરી દેવીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે એકવાર કુતરિએ રેવન ગામમાંથી અવાજ સંભળાયો. કુતરીને ખૂબ જ ભૂખ લાગી હતી અને જમવા માટે દોડીને તે રેવન ગામમાં પહોંચી આવી હતી. પરંતુ તેને અહીં ગામમાં પહોંચતા થોડુંક મોડું થઈ ગયું હતું.

કુતરી ગામમાં પહોંચી ત્યાં સુધીમાં તો દરેક લોકોએ જમી લીધું હતું. જેના કારણે તેને ખોરાક મળ્યો નહીં. થોડીક વાર પછી કુતરી કાકવારા ગામમાં ખોરાક માટે દોડીને ગઈ, પરંતુ ત્યાં પણ તેને ખોરાક મળી શક્યો નહીં. બંને ગામ વચ્ચે દોડતી વખતે તે ખૂબ જ થાકી ગઈ હતી અને ભૂખ ના કારણે તેનું મોત થઈ ગયું હતું.

જ્યારે ગામના લોકોને આ વાતની જાણ થઈ એટલે તેઓ ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. પછી બંને ગામના લોકો ભેગા થયા હતા અને કુતરીની એ જ જગ્યાએ દફનાવી દીધી હતી. એવું કહેવાય છે કે કુતરીને દફનાવ્યા બાદ તે જગ્યા પથ્થરમાં ફેરવાઈ ગઈ હતી અને લોકો અનેક ચમત્કાર માનવા લાગ્યા અને ત્યાં એક નાનકડું એવું મંદિર બનાવ્યું. મિત્રો હવે તો ગામની મહિલાઓ દરરોજ અહીં પાણી ચડાવે છે અને પ્રાર્થના કરીને તેમના આશીર્વાદ લે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ભારતના આ ગામમાં આવેલું છે કુતરી દેવીનું મંદિર…ગામના લોકો કરે છે દરરોજ પૂજા… જાણો શું છે આ મંદિરની કહાની…"

Leave a comment

Your email address will not be published.


*