ગુજરાતના આ શહેરમાં ઉગતા પોરના માતાજી મેલડી નું છે ચમત્કારિક મંદિર, માત્ર દર્શન કરવાથી થાય છે ભક્તોની મનોકામના પૂર્ણ…

મિત્રો આપણો ભારત દેશ તો અલગ અલગ ધર્મમાં માનનારો દેશ છે અને હિન્દુ ધર્મમાં દરેક મંદિરની વિશેષતાઓ અલગ-અલગ હોય છે અને મંદિરમાં અલગ અલગ દેવી દેવતાઓ પણ બિરાજમાન હોય છે ત્યારે ગુજરાતના રાજકોટ શહેરમાં તો અનેક મંદિર આવેલા છે જ્યાં એક એવું મેલડી માતાજી નું મંદિર છે

જેને ઉગતાપોર ની મેલડી માં પણ કહેવામાં આવે છે જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને જ્યાં માથું ટેકાવવાથી અને માતાજીના દર્શન કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.ઉગતા પૂરના માતાજી મેલડી નું આ મંદિર રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં આવેલું છે

અને મંદિરમાં ઉગતાપોર ની માતાજી મેલડી બિરાજમાન છે અને આ મંદિરનું નિર્માણ લગભગ 30 વર્ષ પહેલા રીક્ષા ચાલક દ્વારા બનાવવામાં આવ્યું હતું અને આ મંદિર સવારે 7: 00 થી 12 અને સાંજે 4 થી 11 વાગ્યા વચ્ચે ભક્તો માટે ખુલ્લી રહ્યું છે.

આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરતા કૌશિકભાઈ પીઠડીયા એ કહ્યું કે 30 વર્ષ પહેલા દર રવિવારે ગોંડલ રોડ પર આવેલા સડકવાળા મેલડી માતાજીના દર્શન કરવા માટે લોકો જતા હતા અને તેઓ 30 વર્ષ પહેલા રીક્ષા ચલાવતા હતા અને તેમને વિચાર આવ્યો કે તેઓ પણ માતાજી મેલડી નું મંદિર બંધાવે છે

બાદ તેમને પોતાના વિચાર મિત્રોને જણાવ્યો અને તેઓ અહીં મંદિર બનાવ્યું હતું.આ મંદિરે આવનાર જે કોઈ લોકો માતાજીના દર્શન કરીને મનોકામનાઓ માને તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અહીં સાક્ષાત મેલડીમાં બિરાજમાન છે તેવું પણ કહેવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*