ઘઉંના ભાવમાં થયો મોટો ઉછાળો, ઘઉં વેચતા પહેલા જાણી લેજો જુદી-જુદી માર્કેટયાર્ડના ભાવ…

Published on: 5:22 pm, Fri, 25 March 22

આ વર્ષે માર્કેટયાર્ડમાં ઘઉં, કપાસ અને અન્ય પાકની મોટા પ્રમાણમાં માંગ છે. ખાસ કરીને આ વર્ષે ખેડૂતોને કપાસ અને ઘઉંના ભાવ ખૂબ જ સારા મળ્યા છે. એટલે દિવસેને દિવસે ઘઉંના ભાવમાં 25 થી 30 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ખેડૂતોને પાક નો ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

રાજ્યની માર્કેટયાર્ડમાં ઘઉંનો ભાવ 1700 રૂપિયાથી લઈને 3160 રૂપિયા સુધી પહોંચી ગયો છે. પાલનપુર માર્કેટયાર્ડમાં આ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં ઘઉંની આવક થાય છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંના મહત્તમ ભાવ 3160 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2700 રૂપિયા નોંધાયો છે.

આ કારણોસર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2500 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2400 રૂપિયા નોંધાયો છે. ભાવનગર માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2550 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2375 રૂપિયા નોંધાયો છે.

ભરૂચ માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2200 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 1900 રૂપિયા નોંધાયો છે. કડી માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2805 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2300 રૂપિયા નોંધાયો છે. ચોટીલા માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2500 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2250 રૂપિયા નોંધાયો છે.

હળવદ માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2405 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2000 રૂપિયા નોંધાયો છે. કપડવંજ માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2500 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2300 રૂપિયા નોંધાયો છે. હજુ પણ આગામી સમયમાં ઘઉંના ભાવમાં ઉછાળો આવી શકે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઘઉંના ભાવમાં થયો મોટો ઉછાળો, ઘઉં વેચતા પહેલા જાણી લેજો જુદી-જુદી માર્કેટયાર્ડના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*