કોરોનાવાયરસ ને લઈને WHO એ આપી ગંભીર ચેતવણી, દુઃખ સાથે કહ્યું કે કૉરોનાથી…

Published on: 4:15 pm, Sat, 26 September 20

વિશ્વભરમાં કોરોનાવાયરસ નો મૃત્યુના 20 લાખની આસપાસ પહોંચી ચૂક્યો છે. આ ખરાબ પરિસ્થિતિ વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન એક મહત્વની વાત કહી છે. WHO કહ્યું કે એક સફળ રસી મળવા અને વ્યાપક સ્તર પર લોકોને રસી આપતા પહેલા કોરોનાથી થનાર મોતનો આંકડો 20 લાખની આસપાસ પહોંચી શકે છે.WHO એમ પણ કહ્યું કે જો મહામારીને રોકવા માટે સંગઠિત પગલાં લેવામાં આવશે નહીં તો મૃત્યુ આંક 20 લાખની આસપાસ પહોંચી શકે છે. આપણે જણાવી દઈએ કે, સમગ્ર વિશ્વભરમાં કોરોનાના સંક્રમિત આંકડા 3 કરોડ અને 27 લાખે પહોંચ્યા છે.

તેમને કહ્યું છે કે આશા છે કે આપણે એકબીજા સામે આંગળી ચીંધીશું નહીં. માઈક રયાને જણાવ્યું કે ઘરોમાં પાર્ટીઓ થઈ રહી છે જેમાં તમામ ઉંમરના લોકો સામેલ થઈ રહ્યા છે. કોરોનાવાયરસ થી અમેરિકામાં 2 લાખ 8 હજાર થી પણ વધુ, ભારતમાં 93 હજારથી પણ વધારે, બ્રાઝિલમાં 1,40,000 થી વધુ અને રશિયામાં 20 હજાર થી પણ વધુ લોકોના મોત થયા છે. સૌથી વધારે સંક્રમિત કેસમાં અમેરિકા ટોચ પર છે જ્યાં કુલ કેસ 72 લાખ ને પાર કરી ગયા છે.

ભારત બીજા નંબર ઉપર છે જ્યાં અત્યાર સુધીમાં 59 લાખ કેસ સામે આવી ચૂક્યા છે.WHO ઈમરજન્સી પ્રોગ્રામ ના વડા માઇક રયાને કહ્યુ કે 20 લાખ લોકોના મોત એ માત્ર આકરણી નથી, આમ થવાથી સંભાવના ખૂબ જ વધુ છે.

કોરોનાવાયરસ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં છેલ્લા નવ મહિનામાં કુલ 9.93 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાવાયરસ ને લઈને WHO એ આપી ગંભીર ચેતવણી, દુઃખ સાથે કહ્યું કે કૉરોનાથી…"

Leave a comment

Your email address will not be published.


*