ભારે વરસાદની વચ્ચે ખેડૂતો માટે આવ્યા ખરાબ સમાચાર, આ પાકોને થયું ભારે નુકસાન

Published on: 4:48 pm, Sat, 26 September 20

વધુ વરસાદના કારણે મગફળીના ઉત્પાદનમાં દસ લાખ ટનનો ઘટાડો આવ્યો છે તેમજ કપાસને ભારે નુકસાન થયું છે. જૂનાગઢ ખાતે રવિ પૂર્વ મોસમ તાલીમ કાર્યશાળા યોજવામાં આવી હતી. આ તાલીમ કાર્યશાળામાં ખેતીવાડી ખાતાના 55 અધિકારીઓ જોડાયા હતા.આનો મુખ્ય ઉદ્દેશ હતો કે હાલની પરિસ્થિતિમાં ખેડૂતો એ શું કાળજી લેવી જોઇએ તેમ જ હવે આવનાર રવિ પાકો માટે શું આયોજન કરવું જોઈએ.

વધારે વરસાદ ના કારણે મગફળીના પાક ની અંદર પાણી ભરાવાના કારણે આગલા દોડવા બચકી ગયા અને નવા અંધાય નહીં. શરૂઆતમાં 50 લાખ ટનનો અંદાજ હતો તે અત્યારે 40 લાખ ટન આપી ગયો છે, કપાસમાં શરૂઆતમાં સારું હતું પણ સતત વરસાદથી તેમાં પણ નુકસાન થયું છે. આના કારણે પાકની ગુણવત્તા ઘટશે જેથી ભાવ પર ખરાબ અસર થશે.

ભારે વરસાદના કારણે મગફળી અને કપાસ ઉપરાંત કેટલાક ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે. પાક પલળતા તેની ગુણવત્તામાં મોટો ઘટાડો થશે અને ભાવમાં ખાસ અસર પડશે.

કોરોના મહામારી અને ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!