એક તરફ દીકરીના લગ્ન ના ફેરા જ ચાલી રહ્યા હતા અને બીજી તરફ દીકરીના મોસાળ પક્ષના 24 લોકોના થયા મોત,જાણો આ ભાવુક વાત

Published on: 10:14 am, Fri, 24 December 21

કહેવત છે કે પિતા પોતાના બાળકોની ખુશી માટે આંખની પાછળ દુઃખનો દરિયો છુપાવી લેતા હોય છે. રાજસ્થાનના સવાઈ માધોપુર માં રહેતા રમેશચંદ્ર પોતાની દિકરીના લગ્નની તમામ વિધિઓ આંસુ છુપાવીને નિભાવી હતી.ક્યારેક ખૂણામાં જઈને થોડું રડી લેતા

તો ક્યારેક પોતાને સંભાળી લેતાં પરંતુ દીકરી અને પત્ની એ વાતની જાણ ન થવા દીધી કે લગ્નમાં સામેલ થવા આવી રહેલા તેના પિયર પક્ષના 24 લોકોના અકસ્માતમાં મૃત્યુ થયા હતા. આ ઘટના આશરે બે વર્ષ પહેલાની છે.

દુલ્હન બનેલી દીકરી અનેક વખત પૂછતી રહી કે મામી ક્યારે આવશે અને તે સમજાવતો રહ્યો કે ટૂંક સમયમાં આવી જશે તેમનો ફોન નથી લાગી રહ્યો. દુલ્હન અને તેની માતા રાતે વરમાળા થવા સુધી સહજ રીતે તમામ વિધી નિભાવતી રહી.

26 ફેબ્રુઆરી 2019 ના સવારે 10 વાગ્યે બૂંદી ની મેજ નદીમાં એક બસ ખાબકી હતી અને આ બસ માં 30 લોકો સવાર હતા જેમાં 24 લોકોને ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.

આ બસ માં પૂરો પરિવાર પ્રીતિ ના લગ્ન માં સામેલ થવા માટે કોટા થી સવાઈ માધોપુર જઈ રહ્યા હતા.રમેશચંદ્ર પોતાની દીકરીને લગ્નને લઈને ખૂબ જ ખુશ હતો. તેમને કહેવામાં આવ્યું છે કે જે બસમાં તેમના સાસરિયા ના લોકો આવી રહ્યા હતા તે બસ નદીમાં ખાબકી છે

અને તેમાં 24 લોકો ના નિધન થયા છે.આ વાત સાંભળી રમેશ ના પગ નીચેથી જમીન ખસી ગઈ. મહેમાનોએ રમેશના આવા હાલ જોઈ હતપ્રત રહી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક તરફ દીકરીના લગ્ન ના ફેરા જ ચાલી રહ્યા હતા અને બીજી તરફ દીકરીના મોસાળ પક્ષના 24 લોકોના થયા મોત,જાણો આ ભાવુક વાત"

Leave a comment

Your email address will not be published.


*