અમરેલીના કુંકાવાવ હાઈવે પર એક ટ્રકચાલકે બાઈકને અડફેટેમાં, બાઈક પર સવાર પતિ-પત્ની અને બાળકી મૃત્યુ…

Published on: 10:14 am, Fri, 24 December 21

આજકાલ ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તેમાં અમરેલી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા દસ દિવસમાં અલગ અલગ જગ્યાએ અકસ્માતમાં કુલ 10 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે કુંકાવાવ હાઈવે પર બનેલી એક કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતમાં પતિ-પત્ની અને બાળકી એ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર એક ટ્રક ચાલકે બાઈક પર સવાર દંપતી અને તેની બાળકીને અડફેટેમાં લીધા હતા. અકસ્માત બન્યા બાદ ટ્રક ઘટનાસ્થળે જ પલટી ખાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર હાઇવે પરથી પસાર થઈ રહેલા બેકાબૂ ટ્રકે એક બાઇકને અડફેટેમાં લીધી હતી જેના કારણે બાઈક પર સવાર પતિ-પત્ની અને તેની પુત્રીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રક ઘટનાસ્થળે જ પલટી ખાઇ ગયો હતો.

ટ્રક પલ્ટી ખાઇ જતાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દેવરે સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાઈક પર સવાર દંપતી અને તેમની બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટાડી જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસે મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે શોધખોળ શરૂ કરી હતી. આ અકસ્માત બન્યો ત્યારે આ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઉપરાંત પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. છેલ્લા કેટલાય દિવસોથી અમરેલી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા ચાર દિવસમાં અકસ્માત બાદ 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમરેલીના કુંકાવાવ હાઈવે પર એક ટ્રકચાલકે બાઈકને અડફેટેમાં, બાઈક પર સવાર પતિ-પત્ની અને બાળકી મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*