ગુજરાત રાજ્યમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિ જોતા ધરતીપુત્રો ચિંતામાં વધારો થયો છે. હાલમાં ગુજરાતના લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.નીચા દબાણ વાળા ઉત્તર ક્ષેત્રમાં હવે ઊંચા દબાણને કારણે પવનની ઝડપ માં વધારો થયો છે.પંજાબ,હરિયાણા,દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં રાત્રે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આકાશ થવાથી હવે દિવસમાં ગરમી અને રાત્રે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગના ડીજે ડો. મુત્યું જય મહાપાત્ર ના જણાવ્યા અનુસાર,નવેમ્બર મહિનાના અંતે આગામી ત્રણ મહિના એટલે કે ડિસેમ્બર,જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે શિયાળાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવશે.આગામી અઠવાડિયામાં ચાર ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય એવી સંભાવના છે અને દિવાળી સુધી ઠંડીમાં વધારો જોવા મળશે.
વૈજ્ઞાનિક મહેશ પાલવત કહે છે કે, દિલ્હી એનસીઆરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી છે. આગામી બે અઠવાડિયા માં 16-17 ડિગ્રી તાપમાન થઈ જશે ત્યારબાદ દરેક અઠવાડિયે 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટતું જશે.
ઓક્ટોબર મહિનાના અંતે જ્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ત્યારે ઉત્તરમાં ભારે સમસ્યા થશે અને આ રીતે દિવાળીની આસપાસ ઠંડી વધવાની શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!