ભારતમાં આ તારીખ સુધીમાં 25 કરોડ લોકોને અપાશે કોરોના રસી, જાણો કોણે આપુ આ મહત્વનું નિવેદન

Published on: 10:52 am, Mon, 5 October 20

દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રવિવારે જણાવ્યું હતું કે, ભારતમાં જુલાઈ 2021 સુધીમાં 20 થી 25 કરોડ લોકોને કોરોના ની રસી આપવામાં આવશે માટે કોરોના ના 40 થી 50 કરોડ ડોઝ મેળવશે અને તેનો ઉપયોગ કરાશે.કોરોના ની રસી માટે પ્રાથમિકતા વાળા વસ્તી ચૂંટણીની યાદી ઓક્ટોબરના અંત સુધીમાં રાજ્યોને પૂરી પાડવા માટે ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે. ‘સન્ડે સંવાદ’ મંચ પર તેમના સોશિયલ મીડિયા સાથે વાતચીત દરમિયાન ડો.હર્ષવર્ધને જણાવ્યું કે ઉચ્ચસ્તરીય નિષ્ણાતોની એક ટીમ રસી ના બધા જ પાસાઓ પર વિચાર કરશે. સ્વાસ્થ્ય મંત્રાલય ફોર્મેટ તૈયાર કરી રહ્યું છે, જેમાં રાજ્ય સરકારોને પ્રાથમિક તવાલા વસ્તી જૂથની યાદી સોંપવામાં આવશે.

અગ્રીમ મોરચાના સ્વાસ્થ્ય કર્મચારીઓની યાદી માં સરકારી અને ખાનગી ક્ષેત્રના ડોક્ટરો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સ્વચ્છતા કર્મચારી, આશા કાર્યકર, નિરીક્ષણ અધિકારીઓ અને સંક્રમિત દર્દીઓને ઓળખનાર, તેમની તપાસ કરનારા તથા તેમની સારવાર સંબંધિત અન્ય કર્મચારીઓનો. સમાવેશ થાય છે. તેમને વધારે કહ્યું કે,આ કવાયત ઓક્ટોબર ના અંત સુધીમાં પૂરી કરી લેવાશે અને રાજ્યોના આ અંગે દિશા નિર્દેશ અપાઈ રહા છે કે તેઓ કોલ્ડ ચેઇન સ્ટોરેજ સુવિધાઓ અને અન્ય સંબંધિત ઇન્ફ્રાસ્ત્રકચર માહિતી પૂરી પાડે.

તેમને જણાવ્યું કે,સરકાર કોરોના ની રસી તૈયાર થઈ જતાં તેનું નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ વિતરણ સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહી છે. ઉચ્ચસ્તરીય સમિતી વિવિધ દ્રશ્યોના દેશમાં ઉપલબ્ધતાની સમયમર્યાદા સમજવા પર કામ કરી રહી છે.

સાથે ધસી ઉત્પાદકો પાસેથી મહત્તમ સંખ્યામાં તેના ડોઝ ભારતને પુરા પાડે તેની ખાતરી લેવાય રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!