સમાચાર

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને પડ્યો મોટો ફટકો, કોંગ્રેસના આટલા કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીની જાહેરાત ચૂંટણીપંચ દ્વારા ૩ નવેમ્બરના રોજ કરવામાં આવી છે. ફરી એક વખત બંને પક્ષ તરફથી ગુજરાતમાં તોડ- જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે તો ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. વલસાડ જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસના 500 કરતાં.

પણ વધુ કાર્યકર્તા એ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે.મળતી માહિતી અનુસાર,વલસાડ જિલ્લાના ઉમરગામ માં રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર ની અધ્યક્ષતા માં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના 500 થી પણ વધારે કાર્યકર્તાઓ અને આગેવાનો ભાજપમાં જોડાયા હતા.

કેસરિયો ખેસ ધારણ કર્યા પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરીગામ થી ઘોડા પાડા સુધી રેલીનું આયોજન કર્યું હતું. રેલી સ્વરૂપે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર સ્થળ પર પહોંચ્યા હતા.

કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસની ચિંતા વધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *