સુરતમાં કોરોના નું સંક્રમણ વધતા હીરા ઉદ્યોગને લઈને લેવાયો મહત્વનો નિર્ણય , જાણો વિગતે

Published on: 10:43 am, Tue, 14 July 20

દુનિયામાં કોરોનાવાયરસ નો કહેર સતત વધી રહ્યો છે . તેવામાં હવે કોરોના ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતને પણ બાનમાં લીધું છે. સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ને સતત વધી રહ્યું છે. સુરતમાં કોરોના કેસનો આંકડો ૮ હજારથી પણ વધારે છે. આ સ્થિતિ જોતા સંપૂર્ણ હીરાઉદ્યોગ સ્વૈચ્છિક રીતે બંધ કરવાનો ડાયમંડ એસોસિયેશને નિર્ણય લીધેલ છે.

અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે સુરતમાં 251 નવા કોરોના ના કેસ નોંધાયા હતા. જેમાં સુરત કોર્પોરેશન માં 205 અને સુરત જિલ્લામાં 46 જેટલા કેસો નોંધાયા હતા. આ સાથે સુરતમાં કોરોના નો કુલ આંકડો 7828 ની પણ આર પાર છે.સુરતમાં અત્યાર સુધી 4843 લોકો સ્વસ્થ થયા છે અને અત્યાર સુધીમાં 215 દર્દીનું મૃત્યુ થયું છે.

રાજ્યના દરેક લોકો દ્વારા આંશિક લોકડાઉન ની માંગ થઇ રહી છે જેથી કોરોના નામ નો વાયરસ થી લોકો દૂર થઈ શકે.

Be the first to comment on "સુરતમાં કોરોના નું સંક્રમણ વધતા હીરા ઉદ્યોગને લઈને લેવાયો મહત્વનો નિર્ણય , જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*