સુરત શહેરમાં કોરોના નું સંક્રમણ વધતા હીરા બજારે કર્યો મહત્વનો નિર્ણય , જાણો

Published on: 5:08 pm, Sun, 19 July 20

ગુજરાતમાં જીવલેણ વાયારસે પોતાનો સકંજો વધાર્યો છે , ત્યારે રાજ્યના સુરત શહેરમાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક બનેલ છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ચિંતાજનક રીતે કોરોના ના કેસ વધતા હીરા બજાર હજૂ બંધ રાખવાનો નિર્ણય રખાયો છે . હીરા બજાર સ્વૈચ્છિક રીતે 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . હીરા બજાર બંધ રહેતા સેફ વોલ્ટ પણ બંધ રહેશે . જોકે વચ્ચે બે દિવસ પૂરતું ચાર કલાક બજાર ખુલશે . કોરોના ના વધતા કેસોથી હીરા બજારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરતમાં વધી રહેલા પોઝિટિવ કેસ ને લઇ સુરત હીરા બજાર પર અસર

વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ 1અને 2 આ ઉપરાંત ચોકસી બજાર અને મીની બજાર હજૂ પણ બંધ રાખવામાં આવશે

આગામી તારીખ 31 જુલાઈ સુધી સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે

હીરા બજાર બંધ રહેતા તે સેફ વોલ્ટ પણ બંધ રહેશે

હીરા બજારમાં ચિંતાનો માહોલ

વચ્ચે બે દિવસ કામ પૂરતું ચાર કલાક બજાર ખોલવામાં આવશે