કોરોના બાદ દેશમાં નવા રોગનો ખતરો, દિલ્હીમાં દેખાવા લાગી અસર

Published on: 5:56 pm, Sun, 19 July 20

પાટનગર નવી દિલ્હીના રહેવાસીઓ કોરોનાનો વિકરાળ સપાટો સહન કરી રહ્યા છે. ત્યાં હવે નવો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું . દિલ્હીમાં અત્યાર સુધીમાં 121107 થી વધુ કેસ કોરોના થી થઈ ચૂક્યા છે અને દિવસે દિવસે હજી કેસ વધી રહ્યા છે. કોરોના થી મૃત્યુ પામેલા લોકોનો આંકડો 3571 સુધી પહોંચી ચૂક્યો છે. છેલ્લા થોડા મહિનાથી એક નવો ચેપ દેખાવાનું શરૂ થઈ ગયો હતો.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના ગ્રસ્ત બાળકોના શરીર પર ચકતા જેવા આકાર તથા સોજો જોવા મળ્યો હતો. આ અંગે પૂછતાછ કરતા ડોક્ટરો એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે કાવાસાકી નામનો નવો ચેપ દેખાઈ રહ્યો હતો . કાવાસાકી શી રીતે ફેલાતો થયો છે એ ડોકટરો કહી શક્યા નહોતા.

નવજાત થી માંડીને પાંચ વર્ષના બાળકોને આ ચેપ લાગી રહ્યો હતો, જેના પગલે તાવ આ ઉપરાંત શરીર પર ચાંદા અને અંગોમાં તેમજ રક્તવાહિનીઓમાં સોજા ચડી રહેલા જોવા મળ્યા હતા . આવું ક્યાં કારણ થઈ રહ્યું હતું એ ડોક્ટરો સમજાવી શક્યા નહોતા