નવસારીમાં પાણીનો ફુવારો મારીને બાઇક ધોતા યુવકનું કરુણ મોત, અચાનક કંઈક એવું બન્યું કે… જુઓ મોતના CCTV ફૂટેજ…

Published on: 10:47 am, Sun, 21 May 23

નવસારીમાં(Navsari) બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ફુવારો મારીને બાઈક ધોતા યુવકનું અચાનક જ મોત થયું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિગતવાર વાત કરીએ તો નવસારી શહેરના ઇટાળવા રોડ(Italwa Road) પર આવેલા ઓન ડ્રાઈવ મોટર સર્વિસ સેન્ટરમાં કામ કરતો 27 વર્ષનો યુવક સાંજના સમયે એક બાઈક ધોઈ રહ્યો હતો.

આ દરમિયાન અચાનક જ યુવકને કરંટ લાગ્યો હતો અને કરંટ એટલો જોરદાર હતો કે યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના સર્વિસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, બેથી વધુ યુવાનો એક બાઈક ઉપર પાણીનો ફુવારો મારીને બાઈક ધોઈ રહ્યા છે. આ દરમિયાન 27 વર્ષનો દીવાના નામનો યુવક બાઇક ધોતો હતો,

ત્યારે અચાનક જ તેને કરંટ લાગ્યો હતો. કરંટનો જોરદાર ઝટકો લાગતા જ તે ત્યાં જ જમીન પર ઢળી પડ્યો હતો. આસપાસ ઉભેલા લોકો કાંઈ સમજે તે પહેલા તો યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અચાનક જ યુવકને કરંટ કયા કારણોસર લાગ્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ થયા બાદ કરંટ લાગવાનું સાચું કારણ સામે આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નવસારીમાં પાણીનો ફુવારો મારીને બાઇક ધોતા યુવકનું કરુણ મોત, અચાનક કંઈક એવું બન્યું કે… જુઓ મોતના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*