વડોદરામાં સેન્ડવીચની દુકાન પર ઉભેલા યુવાનનું અચાનક જ હાર્ટ એટેક આવતા કરુણ મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો…

Published on: 10:53 am, Sun, 15 October 23

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે વડોદરામાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વડોદરાના પાદરામાં રહેતા 43 વર્ષના યુવાનને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ તે જમીન પર ઢળી પડ્યું હતું.

પછી ત્યાં હાજર લોકો કાંઈ સમજે તે પહેલા તો યુવાનો મોત થઈ ગયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનનું નામ દીપકભાઈ રમેશભાઈ ચૌહાણ હતું તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા. દીપકભાઈ પાદરા પાસે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે તેઓ પાદરાની એક સેન્ડવીચની શોપમાં ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું માત્ર દોઢ મિનિટમાં જ મોત થઈ ગયું હતું.

ઘટનાના સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, દીપકભાઈ સેન્ડવીચ ની દુકાન માં પ્રવેશ કરે છે ત્યારબાદ તેઓ કાઉન્ટર પર ટેકો દઈને ઉભા હતા. ત્યારે અચાનક જ દીપકભાઈ ને ગભરામણ થવા લાગી હતી. એટલે તેઓ પોતાના મોઢા ઉપર વળેલો પરસેવો લુછે છે અને શર્ટનું એક બટન ખોલી નાખે છે.

પછી તેઓ છાતી પર હાથ ફેરવતા હતા. ત્યારે અચાનક જ દુકાનના દરવાજા પાસે તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યાં હાજર લોકો કાંઈ સમજે તે પહેલા તો દીપકભાઈ નું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ દીપકભાઈના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં સેન્ડવીચની દુકાન પર ઉભેલા યુવાનનું અચાનક જ હાર્ટ એટેક આવતા કરુણ મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*