‘લેડી સિંઘમ’ના નામે ઓળખાતી મહિલા સબ ઈન્સ્પેક્ટરનું અકસ્માતમાં કરુણ મોત…પોતાના જ મંગેતરની ધરપકડ કરીને આવી હતી ચર્ચામાં…’ઓમ શાંતિ’

Published on: 6:22 pm, Wed, 17 May 23

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે મંગળવારના રોજ વહેલી સવારે બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ અકસ્માતની ઘટનામાં કાર અને કન્ટેનર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં લેડી સિંઘમના નામે ઓળખાતી મહિલા સબ ઇન્સ્પેક્ટરનું મોત થયું છે.

મળતી માહિતી અનુસાર નાગાંવ જિલ્લાના કાલિયાબોર સબ ડિવિઝનના જખાલાબંધ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સરુભુગિયા ગામમાં કન્ટેનર ટ્રક સાથે એક કાર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર મહિલા પોલીસ અધિકારીનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બની ત્યારે મહિલા ખાનગી કારમાં હતી અને તેને પોલીસ યુનિફોર્મ પણ પહેર્યો ન હતો.

મૃત્યુ પામેલી મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેડી સિંઘમના નામે પણ ઓળખાય છે. લેડી સિંઘમ અથવા તો દબંગ કોપના નામે ઓળખાતી મહિલા સબ ઇન્સ્પેક્ટર અનેક વિવાદથી ઘેરાયેલી હતી. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના સવારે 2.30 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટનાની જાણ થતા જ પોલીસની પ્રેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ત્યારબાદ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. અકસ્માતની ઘટના કન્ટેનર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે કન્ટેનર ને કબજે લઈને ફરાર થઈ ગયેલા ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી દીધી છે.

જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલા પોલીસ અધિકારી કોઈપણ સુરક્ષા વગર અને સાદા કપડામાં પોતાની ખાનગી કારમાં અપર આસામ તરફ એકલી મુસાફરી કરી રહી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ગયા વર્ષે પોતાના બચાવ માટે પોતાના જ મંગેતરની ધરપકડ કરી હતી.

જાણવા મળી રહ્યું છે કે પોલીસ યુનિફોર્મ પહેરીને આ મહિલા પોતાના મંગેતર સાથે મળીને છેતરપિંડીના ખેલ રચતી હતી. લોકોને નોકરી આપવાના નામે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના પતિ સાથે મળીને છેતરપિંડી કરતી હતી અને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતી હતી. પછી તેને પોતાનો બચાવ કરવા પોતાના જ પતિની ધરપકડ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘લેડી સિંઘમ’ના નામે ઓળખાતી મહિલા સબ ઈન્સ્પેક્ટરનું અકસ્માતમાં કરુણ મોત…પોતાના જ મંગેતરની ધરપકડ કરીને આવી હતી ચર્ચામાં…’ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*