મહિલાઓ ચેતી જજો..! રસ્તા પર શાંતિથી ચાલીને જતી મહિલા સાથે, કારમાં બેઠેલા બદમાશ હોય કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 5:51 pm, Wed, 17 May 23

Chain scratching: સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ ખૂબ જ વધી રહે છે. ખાસ કરીને ચોરી, લૂંટ અને ચેઇન સ્ક્રેચિંગની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચેઇન સ્ક્રેચિંગની ઘટના સામે આવી છે. આરોપીઓ ખાસ કરીને મહિલાઓને ચેઇન સ્ટ્રેચિંગનો શિકાર બનાવતા હોય છે. આ ઘટનામાં રસ્તા પર શાંતિથી ચાલીને જતી મહિલાના ગળામાંથી બદમાશોએ સોનાની ચેઈન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ તે લોકો ચેન લેવામાં અસમર્થ રહ્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ તેઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના તમિલનાડુના કોઈમ્બતુરમાં બની હતી. સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, એક મહિલા રસ્તા પર શાંતિથી ચાલીને જઈ રહી છે. આ દરમિયાન મહિલાની પાછળ એક કાર આવી રહી છે.

ત્યાર પછી રસ્તા પર ચાલીને જતી મહિલાની બાજુમાં કાર આવે છે. દેવામાં અચાનક જ કારમાં બેઠેલો એક બદમાશ બારીમાંથી પોતાનો હાથ બહાર કાઢીને મહિલાના ગળામાંથી ચેઈન લેવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન આરોપીઓ મહિલાઓને ધક્કો લગાવે છે જેના કારણે મહિલા ચાલતી કાર સાથે ટકરાય છે અને રોડ પર નીચે પડી જાય છે.

આ ઘટનામાં બદમાશો મહિલા પાસેથી ચેન લેવામાં અસમર્થ રહ્યા હતા. જેના કારણે આરોપીઓ કાર લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે અભિષેક અને શક્તિવેલ નામના બેન લોકોની ધરપકડ કરી છે.

હાલમાં આ બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાનો શિકાર બનેલી મહિલાનું નામ કૌશલ્યા છે અને તેમની ઉંમર 33 વર્ષની છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કૌશલ્યા સાથે ચેઇન સ્ટ્રેચિંગની ઘટના બન્યા બાદ તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પછી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અને બે આરોપીઓને પકડી પાડ્યા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો