સુરતમાં(Surat) બનેલી એક શરમજનક ઘટના સામે આવી રહી છે. સુરત જિલ્લાના ગામના પરીણિત કૌટુંબીક મામાએ ભાણેજને પ્રેમ જાળમાં ફસાવી હતી. મામાના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ ભાણેજને પ્રેમ જાળમાં ફસાવીને ત્રણ વર્ષ સુધી તેની સાથે શારીરિક શોષણ કર્યું હતું. પ્રેમી મામાના ત્રાસથી કંટાળીને ભાણેજ દસલા ગામ ચાલી આવી હતી. ત્યાર પછી મામાનો ભાંડો ફૂટ્યો હતો.
જાણવા મળી રહ્યું છે કે મામાએ હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી હતી. મામા ભાણેજની મને ફાવે તેમ ધુલાઈ કરતા હતા અને એટલું જ નહીં પરંતુ ભાણેજના ગુપ્તાંગમાં મરચાની ભૂકી નાખતા ભાણેજની હાલત ખૂબ જ નાજુક થઈ ગઈ છે અને તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આટલું જ નહીં પરંતુ પ્રેમી પ્રેમિકાને ખસેડીને લઈ જતો એક વિડિયો પણ સામે આવી રહ્યો છે.
વિગતવાર વાત કરીએ તો દેલાસા ગામમાં રહેતો અને લુમ્સ ના કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો નિકુંજ(નામ બદલેલું છે) પટેલ નામના યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા અને તે દેલાસા ગામમાં રહે છે. આ નિકુંજે તેના ઘરે આવતી ભાણેજને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. નિકુંજના લગ્ન થઈ ગયા હોવા છતાં ભાણેજને પોતાની સાથે રાખવાના ઇરાદે ગત ત્રણ વર્ષ પહેલાં એટલે કે 2020 માં ભાણેજને ભગાડીને લઈ ગયો હતો.
દીકરી ગોમ થતા જ પરિવારના લોકોએ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી આરોપી નિકુંજ ભાણેજને જુદી જુદી જગ્યાએ લઈ જઈને તેની સાથે શારીરિક શોષણ કરતો હતો. નિકુંજના ત્રાસથી કંટાળી ગયેલી ભાણેજ ચાર દિવસ પહેલા પોતાના ગામ પરત આવી હતી.
આ વાતની જાણ નિકુંજને થતા જ તેને ભાણેજની જુલાઈ કરી હતી અને આટલું જ નહીં પરંતુ તેના ગુપ્તાંગમાં મરચાની ભૂકી નાખીને તેને ઇજા પહોંચાડી હતી. હેવાનિયતની તમામ હદો વટાવ્યા બાદ ભાણેજ ની તબિયત લથડી ગઈ હતી ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ઓલપાડ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે હાલમાં નિકુંજને ઝડપી પાડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો