ધુળેટીનો તહેવાર ઉજવીને બાથરૂમમાં નાહવા ગયેલા દંપતીનું કરૂણ મૃત્યુ, જાણો એવું તો શું થયું હશે બાથરૂમમાં…

Published on: 2:52 pm, Wed, 23 March 22

થોડાક સમય પહેલાં જ લોકોએ હોળી-ધુળેટીનો તહેવાર ની ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી. તેવામાં હાલ કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેનાથી લોકો ચોકી ઉઠતા હોય છે. આવી જ એક ઘટના જે ધૂળેટીના પાવન પર્વ પર સામે આવી હતી.

આ ઘટના વિશે વાત કરીશું કે સ્વીટ શોપના માલિક ના દીકરાનું અને તેની પત્નીનું એક સાથે બાથરૂમમાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વધુ તપાસ બાદ જાણવા મળ્યું હતું કે ચાર મહિના પહેલા જ આ દંપતીના લગ્ન થયા હતા. ધૂળેટી મનાવી ને બાથરૂમમાં નાહવા ગયા ત્યારે ઘણો સમય થયો છતાં આ દંપતીએ દરવાજો ન ખોલ્યો.

પરિવારને શંકા થતા ભેગા મળીને લોકોએ બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો અંદર પહેલા દંપતીને જોઈને પરિવાર શોકમાં મુકાઈ ગયું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. મળતી માહિતી મુજબ હરિયાણાના કરનાલ જિલ્લાના ઘરૌંડા ગામે આ કિસ્સો બન્યો હતો. હોળીનો તહેવાર મનાવીને ઘરે પરત ફરી બાથરૂમમાં નહાવા ગયા હતા.

કલાકો સુધી બાથરૂમની બહાર ન આવતા પરિવારને શંકા જતા તેમણે બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો. બેભાન અવસ્થામાં આ દંપતીને જોતા પરિવાર માં શોકની લાગણી છવાઈ ગઈ હતી બધા લોકોના હોંશ ઉડી ગયા હતા ત્યારબાદ પરિવાર દ્વારા તાત્કાલિક જ સારવાર માટે આ દંપતીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, સારવાર બાદ ડોક્ટરે આ દંપતીને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે બાથરૂમમાં એક ગેસ વાળું ગીઝર હતું તેના લીધે દંપતીનો શ્વાસ રૂંધાઇ જતાં બંને લોકોનું મૃત્યુ થયું હતું .પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો અને ખૂબ જ દુઃખદ ભરી ઘટનાને લીધે તેમની આંખો રડી પડી હતી.

આ દંપતીને તો ખ્યાલ પણ નહીં હોય કે આ તહેવાર એમના માટે આખરી બની જશે. આ ચોંકાવનારી ઘટના ને લઈને હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. એક સાથે પતિ-પત્નીની અર્થી ઉઠતા આખું ગામ ચડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધુળેટીનો તહેવાર ઉજવીને બાથરૂમમાં નાહવા ગયેલા દંપતીનું કરૂણ મૃત્યુ, જાણો એવું તો શું થયું હશે બાથરૂમમાં…"

Leave a comment

Your email address will not be published.


*