ભાડુઆત બનશે કાયદેસર નો માલિક, સીએમ વિજય રૂપાણી લીધો મહત્વનો નિર્ણય

Published on: 9:46 am, Tue, 1 September 20

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ માં છેલ્લા 45 વર્ષથી વધારે સમયથી દુકાનો, જમીનના ભાડાપટ્ટે ડારો હવે માલિકીનો હક્ક આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના દરેક ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વાર્ષિક તેમજ માસિક ટોકન ને ભાડે દુકાન આપેલી હોય એવી બાંધકામ સાથે ની અને પ્રીમિયમ વગરની અંદાજે 2731 દુકાનો અને મિલકતો આવેલી છે. જમીન ભાડે આપેલી હોય તેવા 147 કિસ્સાઓ છે.સિંધી પરિવારોને જમીન દુકાન અને મિલકત ભાડે આપ્યું હોય તેવા સરેરાશ 1196 કેસો છે.

આવી રીતે બધા મળીને 4077 કેસોમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા માલિકીનો હક આપવામાં આવશે. સીએમ વિજય રૂપાણી અધ્યક્ષ સ્થાને શહેરી વિભાગ વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુકેશકુમાર આ લોકો ની કમિટીની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હાલમાં થોડાક સમય પછી ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દરેક નાના-મોટા પ્રશ્નોનો ઉકેલ કરવામાં લાગી ચૂક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!