બાઈક ચાલકની સ્ટંટ કરવો ભારે પડી ગયો…! શરીર પર આગ લગાવીને બાઈક lચાલક બાઈક સાથે નદીમાં કૂદી… સ્ટંટમેનની પોલીસે લાલ કરી નાખી…

Published on: 5:26 pm, Wed, 17 August 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા સ્ટંટના અવારનવાર વિડીયો જોયા હશે. આજકાલના યુવાનો સ્ટંટના ચક્કરમાં ઘણી વખત પોતાનો જીવ પણ જોખમમાં નાખતા હોય છે. યુવાનો ઘણી વખત જોખમી સ્ટંટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો પ્રયત્ન પણ કરતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક ખતરનાક બાઈક સ્ટંટ નો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

બાઈકના સ્ટંટનો આ વિડીયો ઉન્નાવમાંથી સામે આવ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ બાઈક પર સ્ટંટ કરી રહેલા યુવક પર લોકો ખૂબ જ ગુસ્સામાં ભરાયા છે. કારણ કે બાઈક ચાલકે પોતાની બાઈક સાથે તિરંગો બાંધ્યો હતો. આટલું જ નહીં પરંતુ બાઈક ચાલક પોતાના શર્ટ પર આગ લગાવી છે અને બાઈક ચલાવીને સહાય નદીમાં કૂદી પડે છે.

આ ઘટના 15 ઓગસ્ટના રોજ બની હતી. આ સ્ટંટ જોવા માટે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસ એક્શન મોડ માં આવી ગઈ હતી. પોલીસે તાત્કાલિક બાઇક પર સ્ટંટ કરી રહેલા યુવકની ધરપકડ કરી હતી અને હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર 15 ઓગસ્ટના રોજ સાંજના સમયે બારેઠીના આદમપુરમાં સાઈ નદીના કિનારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. નદી કિનારે બનાવેલા ચક્રોડ પર એક યુવક બાઈક પર સ્ટંટ કરવા આવ્યો હતો. આ બાઈક ચાલક યુવક સૌપ્રથમ પોતાના શર્ટ પર આગ લગાવે છે. ત્યારબાદ તે બાઈક ચલાવે છે.

ઉપાડ ઝડપે જતી બાઇક 300 મીટર આગળ જઈને નદીમાં પડે છે. બાઈક ચાલક યુવક પણ બાઈક સાથે નદીમાં પડે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઉપરાંત કેટલાક લોકો તો બાઈક ચાલકને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા. એક પછી એક એમ કરીને બે બાઇક સવાર યુવકો ખતરનાક સ્ટંટ કરતાં નજરે પડ્યા છે.

ખતરનાક સ્ટંટ કરનારી લોકોની બાઇકની પાછળ દેશનો તિરંગો પણ જોવા મળ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે. વાયરલ વિડિયો પોલીસ પાસે પહોંચતા જ પોલીસે બાઈક ચાલકની ધરપકડ કરી લીધી છે. પોલીસે યુવક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક ચાલકની સ્ટંટ કરવો ભારે પડી ગયો…! શરીર પર આગ લગાવીને બાઈક lચાલક બાઈક સાથે નદીમાં કૂદી… સ્ટંટમેનની પોલીસે લાલ કરી નાખી…"

Leave a comment

Your email address will not be published.


*