પિકનિકમાંથી કારમાં સવાર થઈને પરત ફરી રહેલા 6 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, એક યુવકનું કારણ મૃત્યુ – પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…

Published on: 4:48 pm, Wed, 17 August 22

છેલ્લા થોડાક સમયથી દેશમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતમાં કેટલાય હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા હશે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં છ મિત્રો પિકનિકમાંથી પરત ફરી રહ્યા હતા.

ત્યારે તેઓ રસ્તામાં અકસ્માતના ભોગ બન્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટનામાં છ યુવકો માંથી એક યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેવું કહેવામાં આવી રહ્યું છે. તમામ મિત્રોનો પિકનિક દરમ્યાન ધોધની નીચે આઝાદીના તિરંગા લહેરાવ્યો હતો. તેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ ગંભીર અકસ્માતની ઘટનાના કારણે મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર, 23 વર્ષીય નિરજ, 23 વર્ષીય આકાશ કુમાર, 22 વર્ષીય વિનોદકુમાર, 24 વર્ષીય વિશ્વકર્મા, 23 વર્ષીય ભગવત કુમાર અને પવન નામનો 15 ઓગસ્ટના રોજ લગભગ 10:00 વાગ્યાની આસપાસ પિકનિક ઉપર ગયા હતા.

તમામ મિત્રો આકાશની કારમાં પિકનિક ગયા હતા. તમામ મિત્રોએ પિકનિક પર ખૂબ જ મજા કરી હતી. કરીને તમામ મિત્રો કારમાં સવાર થઈને લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન પાટણ અભાણપુર રોડ પર કાર અચાનક પલટી ખાઈ ગઈ હતી.

કાર પલટી ખાઈ જવાના કારણે કારમાં સવાર તમામ મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 23 વર્ષીય નીરજનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ગંભીર અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. નીરજના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવારના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. કાર અચાનક કયા કારણોસર પલટી ખાઈ ગઈ તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિકનિકમાંથી કારમાં સવાર થઈને પરત ફરી રહેલા 6 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, એક યુવકનું કારણ મૃત્યુ – પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…"

Leave a comment

Your email address will not be published.


*