ગુજરાત રાજ્યમાં શાળા-કોલેજો ચાલુ કરવાને લઈને રાજ્યની રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત

604

કેન્દ્રની ગૃહ મંત્રાલય દ્વારા બે દિવસ પહેલા અનલૉક 5 ની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી ત્યારે કેન્દ્ર સરકારે 15 ઓક્ટોબર બાદ શાળા-કોલેજો ચાલુ કરવાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારને લેવાની મંજૂરી આપી હતી. ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા આજરોજ અનલૉક 5 અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત સરકારે 15 ઓક્ટોબર પછી શાળા-કોલેજો ચાલુ કરવા અંગેનો નિર્ણય લેવાની ની જાહેરાત કરી છે.

રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે,કેન્દ્રની માર્ગદર્શિકાનું પાલન થશે અને એ પ્રમાણે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં કહેવાયું છે કે, શાળાઓ,કોલેજો અને કોચિંગ ઇન્સ્ટિટયૂટ હાલમાં બંધ રહેશે અને આ અંગે પછીથી નિર્ણય લેવામાં આવશે.

રાજ્ય સરકાર શાળાઓ કોચિંગ ઇન્સ્ટિટયૂટ અને કોલેજો શરૂ કરવા બાબતે 15 ઓક્ટોબર બાદ સમીક્ષા કરશે અને તે પછી નિર્ણય જાહેર કરશે.કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આખરી નિર્ણય લેવાની સત્તા આપી છે.

તેથી ગુજરાત સરકાર શાળાઓ અને કોલેજોમાં હાલમાં બંધ રહેશે એવો નિર્ણય લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!