જો-જો કેન્દ્રની મોદી સરકારે બદલ્યા આ 10 નિયમો, જાણો તમારા પર શું થશે અસર

Published on: 11:27 am, Fri, 2 October 20

ગઈકાલે કેન્દ્ર સરકારે 10 મોટા ફેરફાર કર્યા છે. આ ફેરફારોની અસર તમારા જીવન પર સીધી પડશે.આ નવા નિયમો ના કારણે તમને રાહત મળશે અને આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો તમારે આર્થિક નુકસાન પહોંચશે. આમાં ગેસ સિલિન્ડરની કિંમત, આધાર રાશન કાર્ડ, હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી, સરસવ માં બીજું ખાધ તેલ ભેળવવું, ટીવી ના ભાવ, મફત ગેસ કનેક્શન, કારમાં દસ્તાવેજો રાખવાની જરૂર, પૈસા વિદેશમાં મોકલવા પર ટેક્સ, ખુલી મીઠાઈ માટેનો સમય વગેરે સાથે સંબંધિત નિયમો સામેલ કરવામાં આવ્યા છે.

સરકારે વિદેશમાં પૈસા મોકલવા પર ટેક્સ નો નિયમ બદલાયો છે. હવે વિદેશમાં પૈસા મોકલવા પર 5% ટીસીએસ લાગશે.

આધારકાર્ડને રાસન કાર્ડ સાથે લિંક કરવા ની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી.આજથી તમે રાશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકશો નહીં.

સરસવના તેલમાં અન્ય તેલની ભેલશેલ શકાશે નહીં. સરકારી સરસવના તેલમાં અન્ય કોઈ તેેલ ભેળસેળ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

હવે થી ટીવી ની કિંમતમાં વધારો થવાનો છે.ટીવીના ઓપન સેલ પર પાંચ ટકાનો ટેક્સ લાગશે જેના લીધે ટીવીની કિંમત 1500 રૂપિયા સુધી મોંઘુ થઇ શકે છે.

ઓઈલ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં સિલિન્ડરના ભાવોની સમીક્ષા કરે છે. હવેથી દેશમાં રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત બદલાઈ જશે.હાલના સમયમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે 12 સિલિન્ડર પર સબસિડી આપે છે પણ તેનાથી વધારે સિલિન્ડર માર્કેટ ભાવથી ખરીદી શકાય છે.

હવેથી વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાઇસન્સ, આર.સી, પિયુસી જેવા ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરૂર નહીં રહે.

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત માં ગેસ સિલિન્ડર કનેક્શન આપવામાં આવે છે. આ યોજના 30 સપ્ટેમ્બરના રોજ પૂરી થાય છે.

વીમા નિયામક ઇરડા નો નિયમો અનુસાર, હેલ્થ વીમા પોલિસીના એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. હવે બધાને નવા હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી અંતર્ગત ઓછા રેટ પર વધુ બીમારીઓનો કવર ઉપલબ્ધ થશે.

1 ઓક્ટોબરથી કારોબારીઓને બજારમાં વેચાતી ખુલ્લી મીઠાઈઓ ના ઉપયોગની સમય સીમા જણાવી પડશે. આ નિયમને સરકારે ફરજિયાત બનાવ્યું છે એટલે કે હવે તમને મીઠાઈ ઉપર પણ એક્સપાયરી ડેટ જોવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જો-જો કેન્દ્રની મોદી સરકારે બદલ્યા આ 10 નિયમો, જાણો તમારા પર શું થશે અસર"

Leave a comment

Your email address will not be published.


*