રાજ્ય સરકારે ખેડૂતોની આ લોન કરી માફ, જાણો કોણે કોણે મળશે લાભ.

137

કોરોના મહામારી વચ્ચે તમિલનાડુ રાજ્ય સરકારે રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે અને આ જાહેરાત અંતર્ગત રાજ્યની સહકારી બેંક માંથી લેવામાં આવેલી પાક ની લોન માફ કરી દેવામાં આવી છે જે અત્યંત ખેડૂતો માટે ખુશીના સમાચાર ખેડૂતો માટે છે.

તમિલનાડુના મુખ્યમંત્રી જાહેરાત કરતા કહ્યું કે સહકારી બેંકો પાસેથી લેવામાં આવેલી પાક લોન માફ કરવામાં આવશે અને આનો લાભ સીધો ખેડૂતોને મળશે.સરકાર દ્વારા માફ કરવામાં આવેલી આ લોન આશરે 16.13 લાખ ખેડૂતોને આનો લાભ મળશે.

મુખ્યમંત્રી એ જણાવ્યું કે રાજ્યની સહકારી બેંકો માંથી ખેડૂતોએ લીધેલી 12,110 કરોડ ની પાક લોન માફ કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં ચક્રવાત તોફાન,બુરેવી અને ભારે વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ હાલમાં ખરાબ છે.

જેથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી કલાની સ્વામીએ જણાવ્યું કે રાજ્યની સહકારી બેન્કો પાસેથી લેવામાં આવેલી ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અને એમ પણ કહ્યું કે.

નુકસાન પામેલા પાકને વળતરરૂપે 1117 લાખ જેટલા ખેડૂતોને લાભ થવાની અપેક્ષા છે.તમિલનાડુમાં ભારે વરસાદના કારણે પાકમાં નુકસાન થયું હતું અને 1 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી દરમિયાન.

રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડયો હતો.મોટાભાગના પાકને નુકસાન થયું છે અને રાજ્યને પણ નુકસાની તપાસ માટે કેન્દ્રીય ટીમ મોકલવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!