ભાજપના આ દિગ્ગજ નેતા અને આ પાટીદાર મહિલા વચ્ચે ફોર્મ ભરતી વખતે થઈ મોટી બબાલ, જાણો કારણ.

Published on: 4:17 pm, Fri, 5 February 21

આગામી 21 ફેબ્રુઆરીએ યોજાનારી છ મહાનગરપાલિકાઓની કોર્પોરેશનની ચૂંટણી માટે આજરોજ ભાજપ દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યા છે.રાજકોટ માં પણ ઉમેદવારો આગેવાનો સાથે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા અને જો કે રાજકોટમાં ઉમેદવારના ફોર્મ ભરવાના મામલે.

એનસીપીના નેતા રેશમા પટેલ અને ભાજપના દિગ્ગજ નેતા ઉદય કાનગડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી.મહિલા પોલીસ રેશમા પટેલ ને બહાર લઈ ગયા હતા અને રેસમાં પટેલે આ અંગે લગાવ્યો હતો કે હું મારી પાર્ટીને અધિકૃત વ્યક્તિ છું.

મારે મેન્દેટ ને લઈને અધિકારી સાથે બે મિનિટ વાત કરવી છે.એમને મારા કેન્ડિડેટ ને બહાર મોકલ્યા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ના ફોર્મ ભરવા દેવામાં આવ્યા છે. એનસીપી વિરોધ પક્ષ છે તો એને સતાધારી પક્ષ દ્વારા થતી ગુંડા ગર્ડી સહન કરવાની.

તેમને ભાજપના નેતાને તુકારો આપ્યા હોવાનું પણ જણાવ્યું તેમ જ ગાળાગાળી કરી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.ભાજપના દિગ્ગજ નેતાએ જણાવ્યું કે, એક પ્રોસિજર હોય છે કે જેમાં ચાર ઉમેદવાર અને તેના ચાર ટેકેદાર એમની જ્યારે પ્રોસિજર ચાલતી હોય ત્યારે બીજા કોઈ લોકોએ વચ્ચે આવી.

અને જે કઈ પ્રક્રિયા ચાલતી હોય એમાં ડિસ્ટર્બ ન કરવું જોઈએ. રેશ્માબેન પટેલ ની પોતાની આદત પ્રમાણે સાત આઠ લોકોને લઈ સીધા અંદર ઘૂસી ગયા. અધિકારી સાથે પણ ઝઘડો કરવા લાગ્યા અને એટલે મેં કીધું.

અત્યારે મારી જે કોઈ પ્રોસેસ ચાલુ છે કારણકે મેન્ડેટ તો સાંજે આપતા હોય છે અત્યારે ફોર્મ ભરવાની પ્રોસીઝર ચાલુ છે,તો તમે એમાં તમને ડિસ્ટર્બ ના કરો. મીડિયા સામે હોય ત્યારે ખોટા આવા નાટક કરી અને લાઈવ રહેવા માટેના હવાતિયાં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!