ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખની જાહેરાત થતા જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરવામાં આવી હતી.બંને પક્ષો દ્વારા ઉમેદવારો ના નામ ની યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે હવે ભાજપે પણ.
ઉમેદવાર ના નામ ની યાદી જાહેર કરતાની સાથે જ કાર્યકર્તાઓમાં નારાજગી પણ જોવા મળી છે તો ક્યાંક પરિવારના સભ્યોને ટિકિટ ન મળતાં તેઓ નારાજ તૈયાર છે તો ક્યાંક આયાતી ઉમેદવારને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતરતાં સ્થાનિક કાર્યકર્તાઓમાં નારાજગી સામે આવી છે.
ભાજપ દ્વારા વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે પણ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે અને ઉમેદવારોના નામની યાદી જાહેર થતા જ ભાજપમાંથી કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે.
વોર્ડ પ્રમુખ ની ટિકિટ આપવામાં આવતા અને કાર્યકર્તાઓએ ભાજપમાંથી રાજીનામા આપી દીધા છે. મળતી માહિતી અનુસાર વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 18 ના વોર્ડ પ્રમુખ નરેશ પટેલની ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવતી.
નરેશ પટેલના સમર્થકોના નારાજગી જોવા મળી અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.આયાતી ઉમેદવારને ટિકીટ આપવામાં આવતા કાર્યકર્તાઓએ રોજ ભરાય અને પોતાના રાજીનામા પાર્ટીની સામે ધરી દીધા.
અને 90 જેટલા કાર્યકર્તાઓએ પોતાના રાજીનામા ચૂંટણી પહેલા આપી દેતા વડોદરામાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.ચૂંટણી ને લઈને ગરમાયેલા રાજકારણ વચ્ચે અલગ અલગ રાજકીય પક્ષોમાં ભંગાણ ના સમાચાર પણ સામે આવી રહ્યા છે.
અસંતોષ કાર્યકર્તા અને આગેવાનો પક્ષોનો સાથ છોડીને અન્ય રાજકીય પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસ,ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટીના પણ કાર્યકર્તાઓ પક્ષપલટો કરી રહ્યા છે અથવા તો પક્ષ માંથી રાજીનામા આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!