સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ ને લાગ્યો મોટો ઝટકો, જાણો વિગતે.

117

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર ના ચોટીલામાં ઝટકો લાગ્યો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે પક્ષપલટા ની મોસમ જોર પકડ્યું છે.સુરેન્દ્રનગર ના ચોટીલામાં કોંગ્રેસ ના હોદેદારો અને કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

ચોટીલામાં શહેર કોંગ્રેસ પ્રમુખ,APMC ના ડિરેકટર સહિતના હોદેદારો ભાજપમાં જોડાઇ ગયા છે.ચોટીલા શહેર કોંગ્રેસ પ્રમુખ અજય સામંદ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે ટિકિટ ફાળવણીમાં જૂથબંધી અને.

વહાલા દવલાની નીતિ ના આરોપ સાથે કોંગ્રેસ હોદેદારોએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે.જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા ,શામજી ચૌહાણ, દિલીપ પટેલ સહિતના આગેવાનોએ તમામ નું ભાજપ નો ખેસ પહેરાવી સ્વાગત કર્યું છે.

ચૂંટણી પહેલાં હોદેદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડયા કોંગ્રેસ ને મોટો ઝટકો લાગ્યો છે.ચૂંટણી ને લઈને ગરમાયેલા રાજકારણ વચ્ચે અલગ અલગ રાજકીય પક્ષોમાં ભંગાણ ના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

અસંતોષ કાર્યકર્તા અને આગેવાનો પક્ષોનો સાથ છોડીને અન્ય રાજકીય પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસ,ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટીના પણ કાર્યકર્તાઓ પક્ષપલટો કરી રહ્યા છે અથવા તો પક્ષ માંથી રાજીનામા આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!