ભાજપના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોરના ગઢમાં કોંગ્રેસે પાડ્યું મોટું ગાબડું, ચૂંટણી પહેલા ભાજપને મોટું નુકસાન.

Published on: 9:17 am, Sat, 6 February 21

રાધનપુરમાં ભાજપ તેમજ ઠાકોર સેના અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાતા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડયો છે.રાધનપુરમાં ભાજપ અને ઠાકોર સેના ના આગેવાનો તેમજ કાર્યકરોએ ભાજપને અલવિદા કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

રાધનપુર તાલુકાના પૂર્વ પ્રધાન નાથાલાલ ઠાકોર, ધરવડી ગામના ઠાકોર સેનાના પ્રમુખ વાલાજી ઠાકોર તેમજ અન્ય કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા.રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ તમામ કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી ને સ્વાગત કર્યું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોરના ગઢમાં કોંગ્રેસ મોટું ગાબડું પાડવા માં સફળ રહી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે પક્ષપલટા ની મોસમ જોર પકડ્યું છે.

રાધનપુર માં ભાજપ ના હોદેદારો ને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરવી સ્વાગત કર્યું છે.ઠાકોર સેનાના પ્રમુખ અને તાલુકાના પૂર્વ પ્રધાન સહિત અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા.

ભાજપને મોટું નુકસાન થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે.ચૂંટણી ને લઈને ગરમાયેલા રાજકારણ વચ્ચે અલગ અલગ રાજકીય પક્ષોમાં ભંગાણ ના સમાચાર પણ સામે આવી રહ્યા છે. અસંતોષ કાર્યકર્તા અને.

આગેવાનો પક્ષોનો સાથ છોડીને અન્ય રાજકીય પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસ,ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટીના પણ કાર્યકર્તાઓ પક્ષપલટો કરી રહ્યા છે અથવા તો પક્ષ માંથી રાજીનામા આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!