ગિફ્ટ ખરીદીને ઘરે જતી 2 બહેનોની સ્કૂટીને ડમ્પરે લગાવી જોરદાર ટક્કર, મોટી બહેનની નજર સામે નાની બહેનનું રીબાઈ રીબાઈને મોત…પપ્પાની લાડલી દીકરી દુનિયા છોડીને ચાલી ગઈ…

Published on: 4:31 pm, Tue, 29 November 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ડમ્પર ચાલકે સ્કૂટી પર સવાર બે બહેનોને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બહેનો ઉછળીને દૂર જઈને પડી હતી. આ અકસ્માતની ઘટનામાં નાની બહેનના શરીર ઉપરથી ડમ્પર પસાર થઈ ગયું હતું.

આ કારણોસર તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનામાં મોટી બહેન પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલી બહેનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતની ઘટના બની આબાદ ડમ્પરચાલક ઘટના સ્થળે ડમ્પર મૂકીને ભાગી ગયો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારના રોજ સાંજના સમયે બની હતી. આ ગંભીર અકસ્માતની ઘટના ભોપાલના બગસેવનિયા વિસ્તારમાં બની હતી.આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી નાની બહેનનું નામ અનુષ્કા હતું અને તેની ઉંમર 15 વર્ષની હતી. અનુષ્કા ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. સોમવારના રોજ તે પોતાની મોટી બહેન મુસ્કાન સાથે સ્કુટી પર માર્કેટમાં ગિફ્ટ ખરીદવા માટે ગઈ હતી.

બંને બહેનો સોમવારના રોજ સાંજના સમયે ગિફ્ટ કરી દેને સ્કૂટી પર સવાર થઈને ઘર તરફ આવી રહી હતી. બંને બહેનો બેંક ઓફ ઇન્ડિયાની સામે ગણેશ મંદિર પાસે પહોંચી ત્યારે પાછળથી આવી રહેલા ડમ્પરે તેમની સ્કૂટીને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલે જોરદાર હતી કે બંને બહેનો હવામાં ફંગોળાઈને દૂર જઈને પડી હતી.

આ અકસ્માતની ઘટનામાં ડમ્પર નાની બેન અનુષ્કાના શરીર ઉપરથી પસાર થઈ ગયું હતું. જેના કારણે તેનું ઘટના સ્થળે મોત થયું. મોટીબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતની ઘટના બની આબાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અનુષ્કા નું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. બંને બહેનો લગ્ન માટે ગિફ્ટ ખરીદીને પરત આવી રહી હતી. ત્યારે તેમની સાથે અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં મોટી બહેનની નજર સામે નાની બહેનનું કરુણ મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગિફ્ટ ખરીદીને ઘરે જતી 2 બહેનોની સ્કૂટીને ડમ્પરે લગાવી જોરદાર ટક્કર, મોટી બહેનની નજર સામે નાની બહેનનું રીબાઈ રીબાઈને મોત…પપ્પાની લાડલી દીકરી દુનિયા છોડીને ચાલી ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*