રામ રાખે તેને કોણ ચાખે…! બારડોલીમાં પિતાની નજર સામે ટ્રક ચાલકે દીકરાને કચડી નાખ્યો, પછી થયો કંઈક એવો ચમત્કાર કે… જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…

Published on: 6:50 pm, Tue, 29 November 22

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. દર વર્ષે અકસ્માતની ઘટનામાં સેકડો લોકો પોતાના જીવ ગુમાવે છે. તમે સોશિયલ મીડિયા પર ઘણી બધી અકસ્માતની ઘટનાઓ ના વિડીયો પણ જોયા હશે. ત્યારે બારડોલીમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પિતા અને દીકરો રોડની સાઈડમાં ઊભા રહીને સરનામું પૂછી રહ્યા હતા. ત્યારે તેમની સાથે કંઈક એવું બન્યું કે તેમને સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

બાપ દીકરો રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે પાછળથી આવી રહેલા એક ટ્રકે તેમને જોરદાર ટક્કર લગાવી હતી. ટ્રકની ટક્કરના કારણે બાઇક પર સવાર પિતા દૂર જઈને પડ્યા હતા. જ્યારે દીકરો ટ્રકની નીચે કચડાઈ ગયો હતો. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દીકરો ટ્રકની નીચે કચરાઈ જાય છે છતાં પણ તેનો જીવ બચી જાય છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, સુરતના એકે રોડ ખાતે રહેતા ભરતભાઈ મહેતા જેમ મૂળ મુંબઈના મલાડ ખાતે રહે છે. ત્રણ દિવસ પહેલા જ તેઓ સુરત ખાતે રહેવા માટે આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ભરતભાઈ કાલે પોતાના 17 વર્ષના દીકરા અક્ષદ સાથે એકટીવા લઈને તાપી જિલ્લાના સોનગઢ ખાતે રહેતી પોતાની બહેનના ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે બારડોલીના સુરતી જકાતનાકા નજીક પિતા અને દીકરો એકટીવા પર સવાર થઈને રોડની સાઈડમાં ઉભા હતા અને તેઓ વ્યારા તરફ જવાનો રસ્તો પૂછી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતા ટ્રકે પિતા અને દીકરાને અડફેટેમાં લીધા હતા.

આ અકસ્માતની ઘટનામાં પિતા ટક્કરના કારણે ટ્રકથી દૂર જઈને પડ્યા હતા. જ્યારે દીકરો ટ્રકની નીચે કચડાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા દીકરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા દીકરાના ડાબા પગ અને નાકના ભાગે ગંભીર ઈજા પહોંચે છે.

મળતી માહિતી અનુસાર ઇજાગ્રસ્ત થયેલા અક્ષદ એક મહિના સુધી ચાલી નહીં શકે અને આવતીકાલે તેના પગનું ઓપરેશન કરવામાં આવશે. સમગ્ર ઘટનાને લઈને બારડોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના ભોગ બનેલા ભરતભાઈ જણાવ્યું કે, આ અકસ્માત દરમિયાન સાત સાત યમરાજ ના દર્શન કર્યા હોય તેવું લાગ્યું. જોકે રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટનામાં પિતા અને દીકરાનો ચમત્કારી બચાવ થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રામ રાખે તેને કોણ ચાખે…! બારડોલીમાં પિતાની નજર સામે ટ્રક ચાલકે દીકરાને કચડી નાખ્યો, પછી થયો કંઈક એવો ચમત્કાર કે… જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*