માતાજીના નિવેદ કરવા જઈ રહેલા પરિવારની રિક્ષાને ચોટીલા પાસે એક બેકાબૂ ટ્રકચાલકે લગાવી જબરદસ્ત ટક્કર – રીક્ષા ચાલકનું કરૂણ મૃત્યુ…

Published on: 10:01 am, Sat, 29 January 22

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ચોટીલા નજીક બેકાબુ ટ્રક ચાલકે રિક્ષાને અડફેટેમાં લીધી હતી. આ ઘટનામાં રીક્ષા ચાલકનું કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે તેની સાથે પતિ અને પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી.

તેને સારવાર માટે નજીકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર ધોરાજીના રહીશ ચંદુભાઈ દેવગણભાઈ વાઘેલા (ઉંમર 35 વર્ષ) પોતાની પત્ની લાભુબેન (ઉંમર 40 વર્ષ) અને પુત્ર અરવિંદ (ઉંમર 25 વર્ષ) સાથે રિક્ષા લઈને ધોરાજી થી પોતાના મુળવતન સુરેન્દ્રનગરના હારીજ ખાતે માતાજીના નિવેદ કરવા જઈ રહ્યા હતા.

ત્યારે ચોટીલા નજીક પાછળથી એક બેકાબૂ ટ્રકે તેમની જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટ્રકની જબરદસ્ત ટક્કરના કારણે રીક્ષા ફંગોળાઈ ગઈ હતી. આ ઘટનામાં રિક્ષાચાલક ચંદુભાઈ ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેઓને સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ સિવિલ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા તો તેમનું મૃત્યુ થયું હતું. ઉપરાંત ચંદુભાઇના પત્ની અને પુત્રને અકસ્માતમાં શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેઓને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બન્યા બાદ ટ્રકચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરાર ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માતાજીના નિવેદ કરવા જઈ રહેલા પરિવારની રિક્ષાને ચોટીલા પાસે એક બેકાબૂ ટ્રકચાલકે લગાવી જબરદસ્ત ટક્કર – રીક્ષા ચાલકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*