એક 18 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોકી જશો.

Published on: 6:01 pm, Fri, 28 January 22

પારડીની 18 વર્ષની એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી વિદ્યાર્થીની ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. પારડી શહેરમાં સોના દર્શન બિલ્ડિંગના C-2, ફ્લેટ નંબર 2 રહેતા વિજયભાઈ કેશુભાઈ પટેલની 18 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

મળતી માહિતી અનુસાર વિજયભાઈ કેશુભાઈ પટેલ નાસ્તાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મળતી માહિતી અનુસાર બુધવારે તેઓ વહેલી સવારે પોતાનો ધંધો શરૂ કર્યા બાદ 11 વાગે બટેકા લેવા માટે ઘરે આવ્યા હતા.

જ્યારે તેઓ ઘરે આવીને ઘરનો દરવાજો ખખડાવે છે ત્યારે અંદરથી પોતાની 18 વરસની દીકરી કોઈ જવાબ આપતી નથી. ત્યારે વિજયભાઈ બૂમ મારે છે છતાં પણ અંદરથી જવાબ મળતો નથી. જ્યારે વિજયભાઈ બારીમાં લગાવેલી મચ્છર જાળી હટાવીને દરવાજો ખોલે છે અને ઘરની અંદર પ્રવેશે છે.

ત્યારે રસોડામાંથી પોતાની દીકરી નિધિને પંખાના હૂક વડે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને વિજયભાઈ હેબતાઈ ગયા હતા. ત્યારબાદ વિજયભાઈ તાત્કાલિક પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા.

પરંતુ ત્યાં ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી અનુસાર નિધિ ધોરણ 12 સાયન્સમાં અશ્વમેઘ સ્કૂલમાં ભણતી હતી. ત્યાંથી વાંચવાની બાબતે અવારનવાર ફરિયાદો આવી રહી હતી.

તેથી તેના પિતાએ નીધીને વાંચવાની બાબતે ટકોર કરી હતી. બસ આ બાબતનું ખોટું લગાવીને નિધિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસ તપાસમાં આ માહિતી જાણવા મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક 18 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોકી જશો."

Leave a comment

Your email address will not be published.


*