રશિયા બાદ હવે થોડાક જ મહિનામાં તૈયાર થઈ જશે આ દેશની વિશ્વસનીય રસી,જાણો વિગતે

250

રશિયા તરફથી સફળ રસી જાહેર થયા બાદ હવે બીજા દેશોમાંથી પણ તૈયાર થવાના સમાચાર આવી શકે છે.થોડા મહિનામાં ઓક્સફર્ડની કોરોના વાયરસ રસી નું પરિણામ પણ જાહેર થઈ શકે છે. બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના પ્રમુખ કેટ બિંઘમે કહ્યું છે કે અકસ્ફડ યુનિવર્સિટી અને જર્મનીની આ વર્ષના અંત સુધીમાં કોરોના ની રસી તૈયાર થઇ શકે છે.

કેટ બિંધમે કહ્યુ હતુ કે બ્રિટનમાં લગભગ એક લાખ લોકો ટ્રાયલ માં ભાગ લેવા આગળ આવ્યાં છે. જોકે કેટ સ્કાય ન્યૂઝ સાથેની વાતચીતમાં વધુ લોકો ને ટ્રાયલ માં જોડાવા અપીલ કરી હતી.

કેટ બીંઘમે કહ્યું કે મને લાગે છે કે આ વર્ષે રસી તૈયાર થઈ જશે. તેમને જણાવ્યું હતું કે આ રસી ઉમેદવારોની સંભાવના છે, એક જે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં તૈયાર કરવામાં આવી રહી છે અને બીજી રસી જર્મન કંપની BIONTESH દ્વારા તૈયાર કરવામાં આવી છે. કેટ એ કહું કે, જો બધું બરાબર ચાલશે,તો આ વર્ષે આ બંને રસી ની નોંધણી કરાશે અને ડિલિવર પણ આ વર્ષે શરૂ કરવામાં આવશે.

બીજી તરફ અમેરિકન કંપનીઓ પણ ઘણી રસીઓ પર વધુને વધુ કામ કરી રહી છે. યુ એસ કંપની NOVAVAX એ જાહેરાત કરી છે કે તે દક્ષિણ આફ્રિકામાં તેની રસી નું કાર્ય શરૂ કરી રહી છે. NVX-CoV2373 રસીનુ ફેઝ -2b ટ્રાયલ લગભગ 2665 તંદુરસ્ત લોકો પર કરવામાં આવશે.

બીજી તરફ, ચીને કંપની Cansino Biologics Inc કંપનીના કોરોના રસી ના પેટન્ટ ને મંજૂરી આપી દીધી છે. આ કંપની રશિયા, બ્રાઝિલ, મેક્સિકો, સાઉદી અરેબિયા સહિતના ઘણા દેશોમાં ટ્રાયલ સારું કરવા જઈ રહી છે.