કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહને દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ માં દાખલ કરવામાં આવેલ છે. તેમણે મોડી રાતે બે વાગે AIIMS ના ઓલ્ડ પ્રાઈવેટ વોર્ડ માં ભરતી કરવામાં આવ્યા હતા.તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે તેમને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
14 ઓગસ્ટના રોજ તેઓ કોરોના ને હરાવી ચૂક્યા હતા. તેમને આ માહિતી પોતે ટ્વિટર દ્વારા આપી હતી. તેમને શુક્રવારે 05:58 મીનીટે રજા આપી દેવામાં આવી હતી. જો કે ડોક્ટરની સલાહથી તેઓ સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા હતા. જોકે રાતે બે વાગ્યે તેમની તબિયતને પગલે તેમને દાખલ કરવામાં આવ્યા છે. જેને પગલે હવે ચિંતા વધી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના ને હરાવી શુક્રવારે પોતાના સ્વાસ્થ્યને લઈને અમિત શાહ ટ્વીટ કર્યું હતું.તેમને જણાવ્યું હતું કે આજે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો ઈશ્વરનો સારી રીતે આભાર વ્યક્ત કરું છું અને આ સમયે જે લોકો મારા સારા સ્વાસ્થ્ય ની શુભકામના આપી અને મારું અને મારા પરિવારનું મનોબળ વધાર્યું છે. તેમને હું દિલથી આભાર માનું છું.
ડોક્ટરની સલાહ થી હું થોડીક દિવસો માટે હોમ આઇશોલેકશનમાં રહીશ . સાથે ટ્વીટ કરી ગયું કોઈ કોરોના સામે લડવામાં મદદ કરનારા અને મારી સારવાર કરનારા હોસ્પિટલના ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ નો હુ આભાર વ્યક્ત કરું છું.
Be the first to comment