વર્તમાનમાં ભારતનો કપાસ દુનિયામાં સૌથી સસ્તો મળી રહ્યો છે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પાછલા બે મહિનામાં લગભગ 50 લાખ કપાસ વેચ્યો છે. મોટાભાગનો કપાસ ખાનગી વેપારીઓ દ્વારા વિદેશમાં મોકલવામાં આવે છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દેશમાં કોટનનો સૌથી વધુ જથ્થો ધરાવે છે. કપાસ ના એક નિષ્ણાતે કહ્યું કે, કપાસની નિકાસ ઝડપથી વધે છે આથી અમને અપેક્ષા છે કે આગામી અઠવાડિયામાં તેનો ભાવ વધી શકે છે.
વરસાદ વધારે પડવાને કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધુ છે અને સારી ગુણવત્તાવાળા કપાસ ના આગમનમાં વિલંબ થઇ રહી છે, જેનાથી ભાવમાં તેજી આવી શકે છે.તેમણે કહ્યું કે, બાંગ્લાદેશને ઓર્ગેનિક અને બિન ઓર્ગેનિક બંને કપાસની બહુ જરૂર છે.પરંતુ નવો પાક આવે ત્યાં સુધી આપણી પાસે ઓર્ગેનિક કપાસ ઉપલબ્ધ રહેશે.
ખાનદેશ જીન એસોસિએશનના પ્રમુખ પ્રદીપ જૈન કહ્યું કે, ભારે વરસાદના કારણે 10 ટકા પાકને નુકસાન થયું છે.તેની ભરપાઈ થવાની સંભાવના છે.કારણ કે જમીનમાં ભેજનું વધુ પ્રમાણ પાછળ.
ઉત્પાદન વધારવામાં મદદ કરશે. પાક સરેરાશ સમય કરતા પંદર દિવસ મોડો આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!