ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે.સુરત શહેરમાં ફરી એક વખત કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે સુરત કોર્પોરેશન નવી એક સ્ટેટેજી અપનાવી છે. કોરોના નું સંક્રમણ અટકાવવા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવશે. માર્કેટો ,બજાર ,ભીડવાળા વિસ્તારોમાં કોમ્બિંગ ચાલુ કરાશે.
પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે ચાર લોકો ભેગા ન થઈ શકે છતાં.શાક માર્કૅટ, હીરા બજાર અને કાપડ માર્કેટમાં થતી ભીડ ઘાતક છે.ગુજરાત રાજ્યમાં હાલ 16,710 એક્ટિવ કેસ છે, જ્યારે રાજ્યમાં 1,17,231 લોકો ને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 16,624 લોકો સ્તેબ્લ છે.
રાજ્યમાં કુલ સક્રમિતોની સંખ્યા 1,37,394 પર પહોંચી છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,88,158 વ્યક્તિઓને ક્વોરેન્ટાને કરવામાં આવ્યા છે.
પૈકી5,87,748 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાને છે અને 410 વ્યક્તિઓને ફેસેલીટી ક્વોરેન્ટાને રાખવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!