ખાણીપીણીની લારીઓ પર ભીડ જમાવતા સુરતીઓને કરવું પડશે આ નિયમનું પાલન, નહિતર પડશે તકલીફ, જાણો વિગતે

Published on: 6:33 pm, Thu, 1 October 20

સુરતમાં કોરોનાના કેસ માં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના નું સંક્રમણ અટકાવવા રાત્રે અથવા દિવસે ભરાતા જાહેર સ્થળો અને બજારો પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં સુરતીઓ સુધરવાનું નામ લઇ રહ્યા નથી અને એનું એકમાત્ર કારણ એ છે કે મહાનગરપાલિકાના લાખ પ્રયત્ન કરવા છતાં કોરોના કાબૂમાં આવી રહ્યો નથી.હાલમાં જ અલથાણ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજ પાસે આવેલ ખાણીપીણીની લારીઓ પર લોકોની ભીડ ના ફોટા અને વિડીયો વાયરલ થયા છે.

લોકો માસ્ક તેમજ સોશીયલ ડિસ્ટન્સ વગર ખાધપદાર્થો લેવા ભીડ કરતા દેખાઈ રહ્યા છે. એક તરફ સુરત શહેરમાં પોલીસ કમિશનર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. લોકોની ભીડ ભેગી થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યાં તમામ પ્રકારના જાહેરનામાને માર્ગદર્શિકા ના ઉલ્લધન થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.જોકે સ્વાદના ચટકો સુરતીઓને જ ભારે પડી શકે તેમ છે.

જો શહેરીજનો બેદરકારી દાખવતા છે તો અમદાવાદની જેમ જ રાત્રે દુકાનો બંધ કરવાનો સમય આવશે.ખાણીપીણીની લારીઓ પર ભીડ જમાવતા સુરતીઓ જો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન નહીં કરે તો પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત લારીવાળા ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હેન્ડ સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રીનીંગ ની પણ ભલામણ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખાણીપીણીની લારીઓ પર ભીડ જમાવતા સુરતીઓને કરવું પડશે આ નિયમનું પાલન, નહિતર પડશે તકલીફ, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*