ચોમાસાના વિદાય સમયે સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ,જાણો ક્યાં અને ક્યારે પડ્યો વરસાદ

સૌરાષ્ટ્ર રાજ્યભરમાં ચાલુ વર્ષે મેઘરાજા વધારે પડતાં મહેરબાન થઇ ગયા હતા.આ સીઝનમાં સતત એક તારા પડેલા વરસાદ બાદ હવે ચોમાસાની વિદાયનો સમય આવી રહ્યો છે ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ફરી એક વખત બેટિંગ ચાલુ કરી છે. ગઈ કાલે બપોર પછી અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકતા જગતના તાતની ચિંતા વધી હતી.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢના વિસાવદરમાં અને રાજુલામાં 4 ઈંચ, ગોંડલમાં 2 ઈંચ, પાલીતાણા,ઉપલેટા અને કોટડાસાંગાણીમાં 1 થી 1.5 વરસાદ નોંધાયો હતો.રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે એક ડેમ ફરીથી ચાલુ છલકાયા હતા. ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા હતા.

જેના કારણે નીચાણવાળા ખાખબાઈ, વડ, છતડીયા, સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. સાવરકુંડલાના અનેક ગામોમાં વરસાદ પડતાં કપાસના ઉભા પાકને મોટું નુકસાન થવાની બીક છે.

બાબરા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણસર બાબરા પંથકના અનેક ગામોમાં ખેડૂતોને ઉભા પાકને નુકસાનની ભીતિ ઊભી થઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*