એક સ્કૂલના પ્રિન્સિપાલે ધોરણ 2માં ભણતા વિદ્યાર્થીને ડરાવવા માટે બાળકને ઉંધામાથે લટકાવ્યો, ફોટા થયા વાયરલ…

Published on: 1:01 pm, Sat, 30 October 21

ઉત્તર પ્રદેશની એક ચોકાવનારી ઘટના ના ફોટા સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના મિરઝાપુરની આ ઘટના છે. અહીં એક શાળામાં પ્રિન્સીપાલ દ્વારા ધોરણ બે ના વિદ્યાર્થીઓના પકડીને તેને સ્કૂલના સૌથી ઉપરના માળે થી ઊંધો લટકાવવામાં આવે છે.

આ સમગ્ર ઘટના ના ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. મળતી માહિતી અનુસાર મનોજ વિશ્વકર્મા નામના શિક્ષકે સોનુ યાદવ ના વિદ્યાર્થીને માફી માંગવાનું જણાવ્યું હતું.

અને જો વિદ્યાર્થી માફી નહીં માંગે તો તેની સ્કૂલની બહાર કાઢવાની ચેતવણી આપી હતી. ત્યારે ગુરૂવારના રોજ સ્કૂલમાં બપોરના સમયે રીશેષ ચાલી રહી હતી ત્યારે સોનુ પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો. ત્યારે સોનુ તેની સાથે ભણતા એક વિદ્યાર્થીને બચકુ ભરી જાય છે.

આ ઘટના બનતા જ પ્રિન્સિપાલ ભારે ગુસ્સામાં ભરાય છે અને સોનુ ને સ્કૂલની સૌથી ઉપરના માળે લઈ જાય છે અને તેના બે પગ પકડીને તેને ઉંધામાથે લટકાવે છે. અને તે માફી નહીં માંગે તો તેને ઉપરથી છોડી દઇશું એવી ચેતવણી આપે છે.

અને થોડીક વાર બાદ પ્રિન્સિપલ સોનુ ને છોડી દે છે. આ ઘટનાને લઇને સોનુના પિતાએ જણાવ્યું કે પ્રિન્સિપાલની આ પ્રકારની હરકત ખરેખર ખૂબ જ ખોટી છે. આ સમગ્ર ઘટનાને લઇને મનોજ વિશ્વકર્માની જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક સ્કૂલના પ્રિન્સિપાલે ધોરણ 2માં ભણતા વિદ્યાર્થીને ડરાવવા માટે બાળકને ઉંધામાથે લટકાવ્યો, ફોટા થયા વાયરલ…"

Leave a comment

Your email address will not be published.


*