ભુજ-ભચાઉ હાઇવે પર બે ટ્રક વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, આગ લાગવાના કારણે 3 લોકોના મૃત્યુ…

Published on: 3:12 pm, Sat, 30 October 21

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત ભુજ ભચાઉ હાઇવે પર સર્જાયો હતો. અહીં એક ટ્રક ઓવરટેક કરતી વખતે સામેથી આવતા એક ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો હતો.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં બંન્ને ટ્રક વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં આગ લાગી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માત શુક્રવારના રોજ રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ થયો હતો. અરસામાં ધાણેચી નજીક પુલિયા પાસે બે ટ્રક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ટ્રકમાં સવાર ડ્રાઈવર ક્લિનર સહિત કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતાં લાખોદ પ્લાઝાની પેટ્રોલિયમ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત ભુજથી નગરપાલિકાના વાહન ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં તો બંને પગમાં ગંભીર આગ લાગી ઉઠી હતી.

આકસ્માત ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લગભગ અડધા કલાક બાદ લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ગંભીર અકસ્માત ના કારણે હાઇવે રોડ ત્રણથી ચાર કલાક સુધી બંધ રહ્યો હતો..

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભુજ-ભચાઉ હાઇવે પર બે ટ્રક વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, આગ લાગવાના કારણે 3 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*