બાપ વગરની ગરીબ ઘરની મુસ્લિમ દીકરીના મંદિરના પૂજારીએ પોતાના ખર્ચે, દીકરીના ધામ-ધૂમથી લગ્ન કરાવીને સમાજમાં માનવતાની મહેક ઊભી કરી…

Published on: 6:06 pm, Mon, 6 June 22

મિત્રો તમે આવો કિસ્સો ક્યારેય પણ નહીં સાંભળ્યો હોય. આજે આપણે એક એવો કિસ્સો સાંભળવા જઈએ છીએ જે સાંભળીને તમે પણ કહેશો કે હજુ માનવતા જીવે છે. એક મંદિરના પૂજારીએ પિતા વગરની ગરીબ મુસ્લિમ દીકરીના પોતાના પૈસે લગ્ન કરાવીને સમાજમાં માનવતાની મહેક ઊભી કરી છે.

આ ઘટના ખુરઈથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર મુસ્લિમ દીકરીનું ઘર મંદિર ની બાજુમાં છે. દીકરીના પિતાનું મૃત્યુ થયા બાદ તેમનું પરિવાર આર્થિક રીતે ખૂબ જ નબળું પડી ગયું હતું. દીકરીના પિતાના મૃત્યુ બાદ ઘરની તમામ જવાબદારી માતા પર આવી ગઈ હતી.

દીકરીની માતા અને તેનો ભાઈ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મંદિરમાં દીકરીનો ભાઈ સાફ સફાઈનું કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. એક દિવસ મંદિરના પૂજારીને દીકરીના ભાઈ પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે એવી વાત કરી હતી.

દીકરીના ભાઈ મંદિરના પૂજારીને કહ્યું હતું કે, બહેનના લગ્ન આવી રહ્યા છે અને કંઈ સમજાતું નથી કે બહેનના લગ્ન કેવી રીતે કરવા. દીકરીના ભાઈની આ વાત સાંભળીને પૂજારીએ દીકરીના લગ્નને લઈને વિચાર્યું. ત્યાર બાદ મંદિરના પૂજારી વિનોદભાઈ નક્કી કર્યું કે, તેઓ આ ગરીબ દીકરીના લગ્ન કરાવશે.

મળતી માહિતી અનુસાર વિનોદભાઈએ કહ્યું કે દીકરીના લગ્નનો તમામ ખર્ચ હું પોતે ઉઠાવશે. વિનોદભાઈ લગ્નમંડપથી લઈને જમણવારની બધી વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત જાનૈયાઓની મંદિરની ધર્મશાળામાં ઉતારો આપ્યો હતો. વિનોદભાઈ પોતાના ખર્ચે ગરીબ મુસ્લિમ દીકરીના લગ્ન ધામધૂમથી કરાવ્યા હતા.

દીકરીના લગ્ન અત્યારે થતા હતા ત્યારે માતા અને તેના ભાઈની આંખમાં આંસુ આવી ગયા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. દીકરીના પરિવારના લોકોએ પૂજારીનો ખૂબ જ આભાર માન્યો હતો. આજે ચારેબાજુ પુજારીને આ કાર્યની પ્રશંસા થઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!