માત્ર 23 વર્ષનો યુવક શેરબજારમાં રાતોરાત બની ગયો કરોડપતિ, આજે આ યુવક 100 કરોડનો માલિક છે, તેને માત્ર 17 વર્ષની ઉંમરે…

Published on: 4:58 pm, Mon, 6 June 22

શેરબજાર એક એવી વસ્તુ છે જેમાં ઘણા લોકો રાતોરાત કરોડપતિ બની જાય છે અને ઘણા લોકો રાતોરાત રોડપતિ બની જાય છે. જ્યારે શેર બજારમાંથી અઢળક કમાણીની વાત કરવામાં આવે ત્યારે વોરન બફેટ, રાકેશ જુનજુનવાલા અને રાધા કિશન દામાણી જેવા લોકોના નામનો ઉલ્લેખ થાય છે. પરંતુ આજે આપણે એક એવા યુવકની વાત કરવાના છીએ છે.

જે રાતોરાત શેરબજારમાં કરોડપતિ બની ગયો છે. આ યુવકનું નામ સંઘર્ષ ચંદા છે અને તે હૈદરાબાદ નો રહેવાસી છે. સંઘર્ષ ચંદાએ માત્ર 17 વર્ષની ઉંમરે શેર બજારમાં પૈસાનું રોકાણ કરવાનું શરૂ કરી દીધું હતું. આજે તેની ઉંમર 23 વર્ષનો છે અને તે લગભગ 100 કરોડનો માલિક છે.

મળતી માહિતી અનુસાર સંઘર્ષ ચંદા માત્ર શેરબજારમાં રોકાણ નથી કરતો, પરંતુ તેને “Savart” નામના ફિનટેક સ્ટાર્ટઅપની સ્થાપના પણ કરી છે. સ્ટાર્ટઅપ લોકોને શેર બજારમાં બ્રાન્ડમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે મદદ કરે છે.

સંઘર્ષ ચંદાએ 2017માં પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. તેમને પોતાનો અભ્યાસ છોડીને શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. સંઘર્ષ ચંદાએ 8 આઠ લાખ રૂપિયાનું રોકાણ કરીને એક કંપની શરૂ કરી હતી. તેમને કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. તેમને શેર બજારમાં આટલો રસ હતો કે તેમને પોતાનો અભ્યાસ પણ અધવચ્ચે છોડી દીધો હતો.

મળતી માહિતી અનુસાર તેમને પોતાનું 12મું પાસ કરીને 2016માં શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. તેમને માત્ર શેરબજારમાં 2000 રૂપિયાના રોકાણથી પોતાની શરૂઆત કરી હતી. તેમને બે વર્ષમાં શેરબજારમાંથી અઢળક રૂપિયા કમાઈ લીધા છે.

સંઘર્ષ ચંદાએ જણાવ્યું હતું કે બે વર્ષમાં શેરબજારમાં તેમણે લગભગ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને 2 વર્ષમાં તેઓ 13 લાખ રૂપિયા કમાઈ ગયા હતા. ત્યારબાદ તેમને પોતાની કંપની શરૂ કરવા માટે 8 લાખ રૂપિયાના શહેર વેચીને કંપની શરૂ કરી હતી. 23 વર્ષની ઉંમરે તેઓ 100 કરોડની સંપત્તિના માલિક બની ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!